26 January, 2026 10:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ગઈ કાલે રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર સાહનીની વીસમી લગ્નતિથિ હતી. એ દિવસે રિદ્ધિમાને ભરત સાહની સાથેનાં લગ્ન સમયની ઇમોશનલ ક્ષણો યાદ આવી ગઈ હતી અને તેણે લગ્ન સમયનો પોતાનો વિડિયો શૅર કર્યો હતો.
આ વિડિયોમાં રિદ્ધિમાના પપ્પા દિવંગત રિશી કપૂર પોતાના જમાઈ ભરત સાહનીનો હાથ પકડીને તેને વરમાળા માટે સ્ટેજ સુધી લઈ જાય છે. એ સમયે રિશીના ચહેરા પર દેખાતી ગર્વ અને પોતીકાપણાની લાગણી આજે પણ લોકોના દિલને સ્પર્શી જાય છે. એ સમયે એકદમ યંગ રણબીર કપૂર બહેન રિદ્ધિમાને સ્ટેજ સુધી લાવતો દેખાય છે. રિદ્ધિમાએ પોતાનાં લગ્નના દિવસે ઑરેન્જ-રેડ લેહંગો પહેર્યો હતો જ્યારે ભરત સાહની ક્રીમ કલરની શેરવાનીમાં જોવા મળ્યો હતો.
રિદ્ધિમાએ આ વિડિયોમાં કૅપ્શન લખી હતી ઃ ૨૦ વર્ષ પહેલાં મારાં મમ્મી-પપ્પાએ મારો હાથ પકડીને પ્રેમ, આશીર્વાદ અને દુઆઓ સાથે નવી જિંદગી તરફ આગળ વધારી હતી. રિદ્ધિમાએ પતિ ભરત માટે લખ્યું હતું ઃ તેઓ જીવનના દરેક તબક્કામાં મારી સાથે ઊભા રહ્યા છે અને આજે પણ તેઓ દરરોજ મને જ પસંદ કરે છે.