‘ફુકરે 3’ની સપ્ટેમ્બરમાં થશે પધરામણી

25 January, 2023 03:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે

ફુકરે 3 નું પોસ્ટર

વરુણ શર્મા, પુલકિત સમ્રાટ, અલી ફઝલ, મનજોત સિંહ અને રિચા ચઢ્ઢાની ‘ફુકરે 3’ કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે એટલે કે ૭ સપ્ટેમ્બરે રિલીઝ થશે. ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી આ ફ્રૅન્ચાઇઝીમાં પંકજ ત્રિપાઠી પણ જોવા મળશે અને એને મૃગદીપ સિંહ લાંબાએ ડિરેક્ટ કરી છે. આ પોસ્ટર શૅર કરીને વરુણે કૅપ્શન આપી હતી, ‘આ ફિલ્મ મારા માટે ખૂબ સ્પેશ્યલ છે. આ ફિલ્મ દ્વારા મેં મારા કરીઅરની શરૂઆત કરી છે. આ પાત્ર મારા નામનું સમાનાર્થી બની ગયું છે. ‘ચૂચા આ રહા હૈ વાપીસ તિસરી બાર, અપને ફુકરોં કી ટોલી કે સાથ મિલતે હૈં સાત સપ્ટેમ્બર કો સિનેમાઘરોં મેં.’

entertainment news bollywood news bollywood gossips bollywood fukrey fukrey returns ali fazal richa chadha upcoming movie