પટનામાં દાખલ કરવામાં આવેલી FIR ઝીરો માનવામાં આવે: રિયા ચક્રવર્તી

13 August, 2020 04:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પટનામાં દાખલ કરવામાં આવેલી FIR ઝીરો માનવામાં આવે: રિયા ચક્રવર્તી

સુશાંત સિંહ રાજપૂત, રિયા ચક્રવર્તી

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની આત્મહત્યાના કેસમાં ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)એ ગુરવારે કરેલી લેખિત અરજીમાં સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે, પટના પોલિસે 25 જૂલાઈએ નોંધેલી FIRને 'ઝીરો એફઆઈઆર' માનવામાં આવે અને આ કેસ મુંબઈ પોલીસને ટ્રાન્સફર કરી દેવામાં આવે. સાથે જ રિયાએ એમ પણ કહ્યું છે કે, સુશાંતના પિતા કે.કે.સિંહે મારી પર પાયાવિહોણા આક્ષેપો કર્યા છે. રિયાની ટ્રાન્સફર પિટિશન (આ કેસનું પટણાથી મુંબઇ ટ્રાન્સફર) પર ટોચની અદાલતે ચૂકાદો સુરક્ષિત રાખ્યો છે.

રિયા ચક્રવર્તીએ લેખિત અરજીમાં કહ્યું છે કે, પટનામાં એફઆઈઆરનું આ અપરાધ સાથે કોઈ જ કનેક્શન નથી. વધારેમાં વધારે એટલું કરી શકાય છે કે, પટનામાં એક ઝીરો એફઆઈઆર નોંધવામાં આવે અને પછી આ કેસ અધિકારક્ષેત્ર ધરાવતા પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે. બિહારમાં તપાસ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે અને આવી ગેરકાયદેસર કાર્યવાહી સીબીઆઈને ટ્રાન્સફર કરી શકાતી નથી. રિયાએ એમ પણ કહ્યું છે કે, જો આ કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવે તો તેને કોઈ વાંધો નથી અને જો સુપ્રીમ કોર્ટ તેની સત્તાનો ઉપયોગ કરીને કેસ સીબીઆઈને સોંપશે તો પણ મને કોઈ જ વાંધો નથી.

લેકિત અરજીમાં એમ કહેવામાં આવ્યું છે કે, ભારતના બંધારણની કલમ 142 હેઠળ સુપ્રીમ કોર્ટને આપેલી સત્તા મુજબ જો આ કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવે તો રિયા ચક્રવર્તીને કોઈ જ વાંધો નથી. પરંતુ બિહાર પોલીસે સીબીઆઈમાં કરેલું સ્થાનાંતરણ અધિકારક્ષેત્ર વગરનું છે અને તે કાયદાની વિરુદ્ધ છે. એવી પણ દલીલ કરવામાં આવી છે કે, બિહાર પોલીસના કહેવા પર સીબીઆઈની તપાસ અધિકાર ક્ષેત્રને અવગણે છે.

entertainment news bollywood bollywood news bollywood gossips sushant singh rajput rhea chakraborty supreme court