જાણો જજમેન્ટલ હૈ ક્યાનો રિવ્યૂ, RJ મહેક પાસેથી

26 July, 2019 07:39 PM IST  |  મુંબઈ

જાણો જજમેન્ટલ હૈ ક્યાનો રિવ્યૂ, RJ મહેક પાસેથી

જાણો જજમેન્ટલ હૈ ક્યાનો રિવ્યૂ

સુરત રેડિયો સિટીના RJ મહેકના કહેવા પ્રમાણે ફિલ્મમાં બે હીરોઝ છે. એક છે કંગના રનૌત અને એક છે રાજકુમાર રાવ. બંનેની પર્ફોર્મન્સ ફિલ્મમાં ગજબ છે. જજમેન્ટલ હૈ ક્યા એ કોઈ ટિપીકલ મસાલા બોલીવુડ મુવી નથી.

ફિલ્મ થોડી ડાર્ક છે. તેમાં હેવી બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે. હીરો અને હીરોઈન વચ્ચે રોમાન્સ નથી બતાવવામાં આવ્યો. કોઈ કોમેડી નથી કે ઝાડની આસપાસ ફરીને ગીત ગાવાનું નથી. ઑફબીટ મુવી છે. સસ્પેન્સ, થ્રીલર છે આ ફિલ્મ.

આ પણ જુઓઃ જ્યારે રેમ્પ પર મલાઈકા અને ક્રિતીએ વિખેર્યો જાદૂ, જુઓ તસવીરો

RJ મહેકને ફિલ્મ ઈન્ટરવલ સુધી થોડી ધીમી લાગી. જો કે ઈન્ટરવલ બાદ ફિલ્મમાં ગ્રીપ આવે છે. ફિલ્મ જોવી કે ન જોવા તેના માટે મહેક કહે છે કે, જો તમે કંગના રણૌતના ચાહક હોવ તો તમારે આ ફિલ્મ જરૂરથી જોવી જોઈએ. સાથે જો તમને હટકે અને થ્રીલર ફિલ્મો પસંદ હોય તો ફિલ્મ જોઈ શકાય.

kangana ranaut rajkummar rao movie review