કોરિયોગ્રાફીમાંથી ડિરેક્શનમાં ઝંપલાવવા માટે રેમો અમારા માટે પ્રેરણારૂપ છે : બોસ્કો માર્ટિસ

19 September, 2022 03:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બોસ્કોએ ‘રૉકેટ ગૅન્ગ’ નામની ફિલ્મ દ્વારા ડિરેક્શનમાં એન્ટ્રી કરી છે

રેમો ડિસોઝા અને બોસ્કો માર્ટિસ

કોરિયોગ્રાફર બોસ્કો માર્ટિસનું કહેવું છે કે કોરિયોગ્રાફીમાંથી ડિરેક્શનમાં આગળ વધવા માટે રેમો ડિસોઝા પ્રેરણારૂપ છે. બોસ્કોએ ‘રૉકેટ ગૅન્ગ’ નામની ફિલ્મ દ્વારા ડિરેક્શનમાં એન્ટ્રી કરી છે. આ શોને રેમો, ભાગ્યશ્રી દાસાણી અને ઊર્મિલા માતોન્ડકર જજ કરે છે. ‘ડીઆઇડી સુપર મૉમ્સ’ના સેટ પર બોસ્કો પહોંચ્યો હતો. બોસ્કો અને સીઝર ગૉન્સાલ્વેઝે ‘ઝિંદગી ના મિલેગી દોબારા’નું ‘સેનોરિટા’ ગીત કોરિયોગ્રાફ કર્યું હતું. રેમોને પ્રેરણા જણાવતાં બોસ્કોએ કહ્યું કે ‘એક ડિરેક્ટર તરીકે ‘રૉકેટ ગૅન્ગ’ મારી પહેલી ફિલ્મ છે. રેમો સારી રીતે જાણે છે કે ફિલ્મ બનાવવામાં કેટલી મહેનત લાગે છે. તે એક એવો કોરિયોગ્રાફર છે જેણે પોતાની જર્ની કોરિયોગ્રાફરમાંથી ડિરેક્ટર તરફ વાળી છે. તેઓ અનેકને પ્રેરિત કરે છે. અમે કોરિયોગ્રાફર સ્ટોરીટેલર્સ છીએ, કેમ કે પર્ફોર્મન્સિસ દ્વારા એને અમે દેખાડીએ છીએ. આવી અદ્ભુત તકો મળવાથી અમે પોતાને નસીબદાર ગણીએ છીએ.’

entertainment news bollywood news bollywood bollywood gossips remo dsouza bosco martis upcoming movie