કોરિયોગ્રાફર રેમો ડિ'સોઝાને આવ્યો હાર્ટ અટેક,કોકિલાબેન હૉસ્પિટલમાં દાખલ

11 December, 2020 05:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કોરિયોગ્રાફર રેમો ડિ'સોઝાને આવ્યો હાર્ટ અટેક,કોકિલાબેન હૉસ્પિટલમાં દાખલ

ફાઈલ ફોટો

બૉલીવુડ કોરિયોગ્રાફર અને ડાયરેક્ટર રેમો ડિ'સોઝાને હાર્ટ એટેક આવતા હૉસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યો છે. આજે બપોરે રેમોને હાર્ટ અટેક આવ્યો હતો. પરિણામે તેને મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

રેમોએ એન્જીયોગ્રાફી કરાવી છે અને હાલ આઈસીયુમાં એડમિટ છે. હૉસ્પિટલમાં રેમોની પત્ની લીઝેલી પણ છે. ડૉ.સંતોષ શેટ્ટીએ કહ્યું કે, હાલ તેમની તબિયત સ્થિર છે. હાલ તે ઓબ્ઝરવેશનમાં છે.

છેલ્લે રેમોએ સ્ટ્રીટ ડાન્સર 3ડી ડાયરેક્ટર હતી. આ ડાન્સ ફિલ્મમાં વરૂણ ધવન અને શ્રદ્ધા કપુર લીડ રોલમાં હતા. ઉપરાંત રેમોની એબીસીડી ફિલ્મ પણ ફૅન્સની ખૂબ જ ગમી હતી.

remo dsouza bollywood entertainment news bollywood gossips bollywood news