કાશ્મીરની છેલ્લી હિંદુ રાણી 'કોટા રાની' પર બનશે ફિલ્મ

27 August, 2019 04:17 PM IST  |  મુંબઈ

કાશ્મીરની છેલ્લી હિંદુ રાણી 'કોટા રાની' પર બનશે ફિલ્મ

મધુ મંટેના અને શિબાશીશ સરકાર

કાશ્મીરની છેલ્લી હિન્દુ રાણીની વાત ટૂંક સમયમાં જ મોટા પડદા પર દેખાશે. રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ અને ફેન્ટમ ફિલ્મ્સ કોટા રાનીના જીવન પર આધારિત ફિલ્મની જાહેરાત કરી રહ્યા છે. 14મી સદીની આ રાની વિશે કહવાય છે કે તે ખૂબ જ સુંદર હતી સાથે જ મહાન રાજા અને સૈન્ય વ્યૂહરચનાકાર પણ હતી.

પ્રોડ્યુસર મધુ મંટેનાએ કહ્યું,'ચોંકાવનારી વાત એ છે કે ભારતીય તરીકે આપણે કોટા રાની જેવી વ્યક્તિ વિશે વધુ નથી જાણતા અથવા કશું જ નથી જાણતા. ક્લિયોપેટ્રા સાથે તેમની તુલના કરવામાં કોઈ જ અતિશયોક્તિ નથી. આજે આપણે જે પણ જોઈ રહ્યા છીએ, તેમાંથી ઘણું સીધું જ કોટા રાનીની સ્ટોરી સાથે સંબંધિત છે.'

આ પણ વાંચોઃ આ ગુજરાતી કલાકારોએ નાના પડદાના પ્રાઈમ ટાઈમ પર કર્યું છે રાજ

તેમણે કહ્યું,'તેમનું જીવન ઘણું નાટકીય હતું અને કદાચ તે સૌથી તાકાતવાન મહિલા શાસક હતા. જેમણે ભારતને જન્મ આપ્યો. તેમના વિશે કોઈ માહિતી નથી આ શરમજનક છે.' તો રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટના શિવાશીષ સરકારે કહ્યું કે કોટારાનીની વાર્તાને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવી એ અમારું ઉદ્દેશ્ય છે. અમે ફિલ્મને શાનદાર રીતે બનાવીશું.

entertaintment reliance jammu and kashmir