રેખાનાં અન્ય 4 ગાર્ડ કોરોના પૉઝિટીવ, અભિનેત્રીએ ટેસ્ટ કરાવવાની પાડી ના

14 July, 2020 07:13 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

રેખાનાં અન્ય 4 ગાર્ડ કોરોના પૉઝિટીવ, અભિનેત્રીએ ટેસ્ટ કરાવવાની પાડી ના

રેખા (ફાઇલ ફોટો)

રેખા(Rekha)ના બંગલાના ગાર્ડના કોરોના(Corona) સંક્રમિત થયા બાદ આ વિસ્તારમાંથી અન્ય ચાર લોકમાં બંગલાના વૉચમેનની રિપોર્ટ પણ પૉઝિટીવ આવી છે. ત્યાર બાદ આ બધાંને બૃહન્મુંબઇ મહાનગર પાલિકાના કોવિડ સેન્ટરમાં મોકલી દેવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ લોકો દરરોજ એકબીજાને મળતાં હતા, જેને કારણે સંક્રમિત થઈ ગયા. આ દરમિયાન રેખાએ કોરોના ટેસ્ટ કરાવવાની ના પાડી દીધી છે અને પોતાને ઘરમાં જ ક્વૉરન્ટાઇન કરી લીધું છે.

રેખાના બંગલાના સિક્યોરિટી ગાર્ડના કોરોના સંક્રમિત આવ્યા પછી તેમની મેનેજર ફરઝાના અને ઘરના ચાર અન્ય કર્મચારીઓની કોરોના ટેસ્ટ થવાની હતી, પણ જ્યારે બીએમસીની ટીમ આ માટે તેમના ઘરે પહોંચી તો કોઇએ દરવાજો જ ન ખોલ્યો.

મીડિયા રિપોર્ટ્સમાં છે આવી ચર્ચા
એક ન્યૂઝ ચેનલ પ્રમાણે બીએમસીની ટીમે જ્યારે બંગલાનો દરવાજો ખખડાવ્યો ત્યારે અંદરથી રેખાની મેનેજરે આવવાનું કારણ પૂછ્યું. ટીમે જણાવ્યું કે કોરોના ટેસ્ટ કરવા આવ્યા છીએ, તો ફરઝાનાએ કહ્યું કે તમે મારો નંબર લઈ લો આપણે આ વિશે પછી વાત કરશું.

મેનેજરે કહ્યું સ્વસ્થ છે રેખા
બીએમસીના વેસ્ટ વૉર્ડના મુખ્ય ચિકિત્સા અધિકારી સંજય ફુદેએ ફરઝાનાને ફોન કર્યો તો તેણે રેકા ફિટ હોવાની સાથે સંપૂર્ણ રીતે સ્વસ્થ પણ છે અને પોતાનું કામ ખૂબ જ સારી રીતે કરે છે. તેમણે કહ્યું કે તે કોઇના સંપર્કમાં નથી આવ્યાં. તેથી તે પોતાનો ટેસ્ટ કરાવવા નથી માગતા.

આ પણ વાંચો : સિક્યોરિટી ગાર્ડને Covid-19 પૉઝિટીવ આવતા રેખાનાં બંગલાને સીલ કરાયો

સેનિટાઇઝેશન માટે પણ ન ખોલ્યો દરવાજો
ત્યાર બાદ બીએમસીએ રેખાના ઘરને સેનિટાઇઝ કરવા માટે એક નવી ટીમ મોકલી. તેમણે ઘરની અંદર જવાનો પ્રયત્ન કર્યો, આ વખતે પણ દરવાજો ન ખોલ્યો. ત્યાર બાદ ટીમે ફક્ત ઘરના બહારના ભાગને અને તેની આસપાસના વિસ્તાપ, જેમાં સિક્યોરિટી ગાર્ડની કેબિન પણ આવે છે તે સેનિટાઇઝ કર્યું.

કોરોના ટેસ્ટ છે જરૂરી
રિપોર્ટ પ્રમાણે બીએમસીના અધિકારીએ કહ્યું કે રેખા ઘરમાંથી બહાર વધારે નથી નીકળતી, અને ન તો કોઇને મળે પણ, સાવચેતી રાખવામાં કંઇ ખોટું નથી. તેમની માટે કોવિડ-19 ટેસ્ટ કરાવવી ખૂબ જ જરૂરી છે, કારણકે એક તો આ કાયદા હેઠળ આવે છે. આ એવા દરેક વ્યક્તિ માટે અનિવાર્ય છે, જે કોઇ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય.

coronavirus covid19 rekha bollywood bollywood news bollywood gossips