Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સિક્યોરિટી ગાર્ડને Covid-19 પૉઝિટીવ આવતા રેખાનાં બંગલાને સીલ કરાયો

સિક્યોરિટી ગાર્ડને Covid-19 પૉઝિટીવ આવતા રેખાનાં બંગલાને સીલ કરાયો

11 July, 2020 11:39 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

સિક્યોરિટી ગાર્ડને Covid-19 પૉઝિટીવ આવતા રેખાનાં બંગલાને સીલ કરાયો

રેખા

રેખા


કોરોના વાઇરસનાં રોગચાળાએ બૉલીવુડને પણ છોડ્યું નથી. થોડા સમય પહેલાં આમિર ખાનનાં સ્ટાફને કોરોના પૉઝિટીવ આવવાની ખબર મળી. ત્યાં આજે દિવસ દરમિયાન એવા સમાચાર આવ્યા કે અભિનેત્રી રેખાનાં સિક્યૂરિટી ગાર્ડને કોરોના પૉઝિટીવ આવ્યો છે અને તેમનો બંગલો સીલ કરાયો છે. રેખાના ઘરની બહાર BMC ની નોટિસ લગાડાઇ હતી. બીએમસીના નિયમો મુજબ, કોરોના પોઝિટિવ દર્દી ઘરમાં મળે તે પછી જ આવી નોટિસ લગાડવામાં આવે છે. રેખાના બંગલાની બહારની સૂચના જોઇને અભિનેત્રીના બધા ચાહકોમાં પણ ખળભળાટ મચી ગયો હતો.

જોકે રેખા એકદમ સલામત છે. રેખાના બંગલાનો એક સિક્યુરિટી ગાર્ડ કોરોના પૉઝિટીવ હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે આ નોટિસ તેના બંગલાની બહાર મુકવામાં આવી છે. રેખા બાંદ્રા બેન્ડસ્ટેન્ડ વિસ્તારમાં 'સી સ્પ્રિંગ' બંગલામાં રહે છે. તેના બંગલાની બહાર હંમેશાં બે સુરક્ષાકર્મીઓ રાખવામાં આવે છે. જેમાંથી એક કોરોનાની લપેટમાં આવી ગયો છે હાલમાં સુરક્ષા કર્મચારીઓની સારવાર બાન્દ્રાના બીકેસીમાં કોવિડ ફેસિલીટમાં કરવામાં આવી રહી છે. બીએમસીના નિયમ મુજબ સુરક્ષા કર્મચારીઓ સકારાત્મક હોવાની ખાતરી બાદ બંગલાની બહાર નોટિસ મુકવામાં આવી છે. ઉપરાંત, રેખાના બંગલાનું સેનિટાઈઝેશન પણ કરવામાં આવ્યું છે. જોકે, રેખા તરફથી હાલમાં કોઈ નિવેદન બહાર આવ્યું નથી.


Whatsapp-channel Whatsapp-channel

11 July, 2020 11:39 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK