99 ટકા જજ, નેતા, બાબુ, અધિકારી અને પોલીસ કરપ્ટઃ રવીના ટંડન

02 September, 2020 05:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

99 ટકા જજ, નેતા, બાબુ, અધિકારી અને પોલીસ કરપ્ટઃ રવીના ટંડન

રવીના અને કંગના

બોલીવુડમાં બિન્દાસ પોતાની વાત રજૂ કરવા માટે ઓળખાતી કંગના રનોટ (Kangana Ranaut)એ હાલના દિવસોમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લગભગ બધા જ લોકો સાથે શિંગડા ભરાવ્યા છે. સુશાંત સિંહ રાજપૂતના નિધન પછીથી તે ખૂબ જ એગ્રેસિવ બની છે. સુશાંતના કેસમાં ડ્રગ્સનો એંગલ સામે આવતા કંગના રનોટે કહ્યું કે, ઈન્ડસ્ટ્રીમાં લગભગ 99 ટકા લોકો ડ્રગ્સ લે છે. કંગનાના આ નિવેદન ઉપર રવીના ટંડને (Raveena Tandon) વળતો જવાબ આપ્યો છે.

કંગનાના આ નિવેદન પછી દેશના વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાણીએ ટ્વીટ કર્યું કે, બોલીવુડ સેલીબ્રીટીઝ આ નિવેદન સામે ચુપ કેમ છે. એક અભિનેત્રીએ ટીવી ચેનલમાં દાવો કર્યો છે કે ઈન્ડસ્ટ્રીના 99 ટકા લોકો ડ્રગ્સ લે છે. ઈન્ડસ્ટ્રીના એકેય વ્યક્તિએ આનો વિરોધ કર્યો નથી. સેલીબ્રિટી મૌન રહેશે તો લોકોને શું મેસેજ મળશે.

જેઠમલાણીના આ ટ્વીટનો જવાબ આપતા રવીનાએ કહ્યું કે, 99 ટકા જજ, નેતા, બાબુ, અધિકારી અને પોલીસ કરપ્ટ હોય છે. આ નિવેદન દરેક માટે જેનરિક ડિસ્ક્રિપ્શન નથી. લોકો સમજદાર છે. કેટલાક ખરાબ સફરજન આખી પેટીને ખરાબ નથી કરી શકતા. એવી જ રીતે અમારી ઈન્ડસ્ટ્રીમાં સારા લોકો અને ખરાબ લોકો છે.

entertainment news bollywood news kangana ranaut raveena tandon