રશ્મિકાએ મુંબઈમાં હોટેલની જગ્યાએ ઘર ભાડે રાખ્યું

25 February, 2021 12:33 PM IST  |  Mumbai | Mumbai Correspondent

રશ્મિકાએ મુંબઈમાં હોટેલની જગ્યાએ ઘર ભાડે રાખ્યું

રશ્મિકાએ મુંબઈમાં હોટેલની જગ્યાએ ઘર ભાડે રાખ્યું

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી બૉલીવુડમાં એન્ટ્રી કરનાર રશ્મિકા મંદાના મુંબઈ હવે પોતાના ઘરમાં રહે છે. તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ‘મિશન મજનૂ’માં જોવા મળવાની છે. આ સિવાય પણ તેણે અન્ય ફિલ્મ સાઇન કરી છે. તે જ્યારે મુંબઈ આવી હતી ત્યારે હોટેલમાં રહેતી હતી. જોકે હવે તેને વધુ પ્રોજેક્ટ મળી રહ્યા હોવાથી તેણે અહીં ઘર ભાડે લઈ લીધું છે જેથી તેણે હોટેલમાં ન રહેવું પડે. મુંબઈની સાથે તે હૈદરાબાદમાં પણ અન્ય ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. મુંબઈમાં તેને ઘરની ફીલિંગ આવે એ માટે તે હૈદરાબાદથી તેની નજીકની વસ્તુઓ લઈ આવી છે.

bollywood bollywood news bollywood ssips entertainment news