‘પુષ્પા 2: ધ રૂલ્સ’ને ભવ્ય બનાવવાની પ્રૉમિસ આપી રશ્મિકા મંદાનાએ

14 January, 2022 11:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રશ્મિકા મંદાનાએ જણાવ્યું છે કે તેમની આગામી ફિલ્મ ‘પુષ્પા 2 : ધ રૂલ્સ’ને ખૂબ જ ભવ્ય અને વધુ સારી બનાવવામાં આવશે

રશ્મિકા મંદાના

રશ્મિકા મંદાનાએ જણાવ્યું છે કે તેમની આગામી ફિલ્મ ‘પુષ્પા 2 : ધ રૂલ્સ’ને ખૂબ જ ભવ્ય અને વધુ સારી બનાવવામાં આવશે. ‘પુષ્પા: ધ રાઇઝ - પાર્ટ 1’ હાલમાં જ રિલીઝ થઈ છે. એ ફિલ્મમાં અલ્લુ અર્જુન અને રશ્મિકા લીડ રોલમાં છે. ફિલ્મમાં અલ્લુ અર્જુન લાલ ચંદનનું સ્મગલિંગ કરે છે. ‘પુષ્પા 2 : ધ રૂલ્સ’ને આ વર્ષે જ રિલીઝ કરવામાં આવશે. પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રશ્મિકાએ કૅપ્શન આપી હતી ‘ફિલ્મ ‘પુષ્પા : ધ રાઇઝ - પાર્ટ 1’ને તમે આપેલા પ્રેમ માટે થૅન્ક યુ. એને કારણે અમે સખત મહેનત કરવા માટે પ્રેરિત થઈએ છીએ. તમને પ્રૉમિસ કરીએ છીએ કે ‘પુષ્પા 2 : ધ રૂલ્સ’ને વધુ સારી અને ભવ્ય બનાવવામાં આવશે.’

bollywood news