13 September, 2023 03:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાશિ ખન્ના અને વિક્રાન્ત મેસી
રાશિ ખન્ના અને વિક્રાન્ત મેસી હવે એક લવ સ્ટોરીમાં સાથે કામ કરવા જઈ રહ્યાં હોવાની ચર્ચા છે. આ ફિલ્મને ડેબ્યુ ડિરેક્ટર બોધાયન રૉય ચૌધરી દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે અને આ ફિલ્મનું નામ હજી સુધી નક્કી કરવામાં નથી આવ્યું. આ લવ સ્ટોરી મુંબઈમાં બેઝ્ડ હશે. આ ફિલ્મનું શૂટિંગ ઘણા સમયથી શરૂ થઈ ગયું હતું અને નવેમ્બર સુધીમાં એ પૂરું પણ થઈ જશે. ૨૦૨૪ના પહેલા હાફ એટલે કે જૂન સુધીમાં એને રિલીઝ કરવાનું પ્લાનિંગ છે. વિક્રાન્ત અને રાશિ બન્નેએ ઘણા સારા-સારા પ્રોજેક્ટમાં કામ કર્યું છે. રાશિની હાલમાં ‘યોદ્ધા’ આવી રહી છે. વિક્રાન્ત મેસી વિધુ વિનોદ ચોપડાની ‘બારવી ફેલ’માં જોવા મળશે જે ૨૭ ઑક્ટોબરે રિલીઝ થઈ રહી છે. તેઓ બન્ને પહેલી વાર સાથે કામ કરતાં જોવા મળશે અને તેમની જોડી લોકોને પસંદ પડશે એવી આશા રાખવામાં આવી રહી છે.