ગોવામાં શૂટિંગ કરી રહ્યાં છે રાશિ અને શાહિદ

13 April, 2021 11:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હું મારા બીજા શેડ્યુલ માટે ખૂબ જ તૈયારી સાથે આવી છું.’

ગોવામાં શૂટિંગ કરી રહ્યાં છે રાશિ અને શાહિદ

રાશિ ખન્ના હાલમાં શાહિદ કપૂર સાથે ગોવામાં તેના વેબ-શોનું શૂટિંગ કરી રહી છે. રાજ અને ડીકેની આ થ્રિલર સિરીઝમાં વિજય સેતુપતિ પણ જોવા મળશે. આ શોનું પહેલું શેડ્યુલ પૂરું થયું હતું અને બીજું શેડ્યુલ ગોવામાં કરવામાં આવી રહ્યું છે. આ શૂટિંગ શરૂ કરતાં પહેલાં તેણે બે વાર કોવિડ ટેસ્ટ કરાવી હતી. તેમ જ તમામ મેડિકલ પ્રોટોકૉલનું ધ્યાન રાખ્યા બાદ ત્યાં શૂટિંગ કરવામાં આવી રહ્યું છે, જેનો ફોટો રાશિએ ઇન્સ્ટાગ્રામ પર શૅર પણ કર્યો છે. આ વિશે રાશિએ કહ્યું હતું કે ‘આ પ્રકારની થ્રિલર સિરીઝનું શૂટિંગ કરવું ખૂબ જ એક્સાઇટિંગ છે અને હું આ નવા શેડ્યુલ માટે એકદમ ઉત્સાહી છું. શાહિદ અને વિજય જેવા સ્ટાર્સની સાથે રાજ અને ડીકે દ્વારા મને ડિરેક્ટ કરવામાં આવી એનો અનુભવ ખૂબ જ સારો રહ્યો છે. હું મારા બીજા શેડ્યુલ માટે ખૂબ જ તૈયારી સાથે આવી છું.’

bollywood news bollywood bollywood gossips shahid kapoor rashi khanna