29 November, 2026 12:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
રવીના ટંડનની દીકરી અને ઍક્ટ્રેસ રાશા થડાણી પોતાની પર્સનલ લાઇફને કારણે ચર્ચામાં આવી છે. શુક્રવારે યોજાયેલી દિલજિત દોસાંઝની ‘ઑરા ઇન્ડિયા ટૂર ૨૦૨૬’ની કૉન્સર્ટમાં રાશા જાહેરમાં ઍક્ટર રજત બેદીના દીકરા વિવાન બેદી સાથે જોવા મળી હતી. રાશા આ કૉન્સર્ટમાં એકલી નહોતી પહોંચી. તેની સાથે તેનો ભાઈ રણબીર રાજ થડાણી પણ હતો અને તેઓ કૉન્સર્ટના વીઆઇપી વિભાગમાં જોવા મળ્યાં હતાં. પરિવારની હાજરી હોવા છતાં રાશા અને વિવાન કૉન્સર્ટમાં સાથે સમય વિતાવતાં જોવા મળતાં તેમના સંબંધોને લઈને અટકળો શરૂ થઈ છે. જોકે રાશા અને વિવાને પોતાના સંબંધો વિશે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.