29 May, 2025 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાયરલ તસવીર
ધર્મેન્દ્ર હંમેશાં તેમના અંગત જીવનને લઈને ચર્ચામાં રહ્યા છે. ધર્મેન્દ્રએ ૧૯ વર્ષની ઉંમરે પ્રકાશ કૌર સાથે લગ્ન કર્યાં હતાં. ત્યાર બાદ ૪૫ વર્ષની ઉંમરે તેમણે ધર્મપરિવર્તન કરીને અને પહેલી પત્નીને ડિવૉર્સ આપ્યા વગર હેમા માલિની સાથે બીજાં લગ્ન કર્યાં હતાં. હેમા માલિનીએ લગ્ન બાદ પ્રકાશ કૌર સાથે ક્યારેય વાત કરી નથી અને તેમની વચ્ચે મુલાકાત પણ નથી થઈ. જોકે તેઓ પોતાના
જીવનમાં એક વખત એકસાથે ક્લિક થઈ ગયાં હતાં અને હવે આ આ ફોટો વાઇરલ થઈ રહ્યો છે.
ધર્મેન્દ્રને હેમા માલિની સાથે ફિલ્મોમાં કામ કરતી વખતે પ્રેમ થયો હતો. બન્નેએ ત્યાર બાદ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. હેમા માલિની સાથે લગ્ન પહેલાં ધર્મેન્દ્રનાં ચાર બાળકો સની, બૉબી, વિજેતા અને અજિતા હતાં. હેમા માલિની અને ધર્મેન્દ્રને બે દીકરીઓ ઈશા અને આહના છે.
હેમા માલિની અને ધર્મેન્દ્રનાં લગ્નથી તેમનો આખો પરિવાર નારાજ હતો. ધર્મેન્દ્રની બન્ને પત્નીઓ ક્યારેય એકબીજાના ઘરે ગઈ નથી પરંતુ હવે સોશ્યલ મીડિયા પર તેઓ સાથે હોય એવો ફોટો વાઇરલ થઈ રહ્યો છે. આ તસવીર ધર્મેન્દ્ર અને હેમાનાં લગ્ન પહેલાંની છે. આ એવી પહેલી અને છેલ્લી તસવીર છે જેમાં ધર્મેન્દ્ર, પ્રકાશ કૌર અને હેમા માલિની ત્રણેય ક્લિક થઈ ગયાં છે.