લાઇટ્સ, કૅમેરા, ઍક્શન પસંદ છે મિશિકાને

26 November, 2023 06:42 PM IST  |  Mumbai | Harsh Desai

‘અનાડી ઇઝ બૅક’ આ શુક્રવારે રિલીઝ થઈ હતી. આ ફિલ્મ દ્વારા નવોદિત ઍક્ટર નવાબ ખાને બૉલીવુડમાં ડેબ્યુ કર્યો હતો. તેમ જ ગોવિંદા સાથે ‘રંગીલા રાજા’માં કામ કરનારી મિશિકા ચૌરસિયા પણ એમાં જોવા મળશે.

મિશિકા ચૌરસિયા

‘અનાડી ઇઝ બૅક’ આ શુક્રવારે રિલીઝ થઈ હતી. આ ફિલ્મ દ્વારા નવોદિત ઍક્ટર નવાબ ખાને બૉલીવુડમાં ડેબ્યુ કર્યો હતો. તેમ જ ગોવિંદા સાથે ‘રંગીલા રાજા’માં કામ કરનારી મિશિકા ચૌરસિયા પણ એમાં જોવા મળશે. મિશિકાનો જન્મ નાગપુરમાં થયો હતો. તેણે બૅન્ગલોરમાં ટ્રાવેલ ઍન્ડ ટૂરિઝમનો કોર્સ કર્યો હતો. તેણે ઘણા બ્યુટી પૅજન્ટ જીત્યા છે. બૉલીવુડમાં એન્ટ્રી કરવા પહેલાં તેણે મૉડલિંગ કર્યું હતું. પહલાજ નિહલાણીની ‘રંગીલા રાજા’ દ્વારા તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી.

કયા ચાર ગુણ તારામાં છે?
ડિસિપ્લિન, ડિટરમિનેશન, ડિઝાયર, સેન્સિટિવ

ચહેરા પર કઈ વાતથી સ્માઇલ આવી જાય છે અને શાનો ડર લાગે છે?
લાઇટ્સ, કૅમેરા, ઍક્શનથી ચહેરા પર સ્માઇલ આવી જાય છે. મને કોઈ વાતનો ડર નથી.

ડેટ પર કોઈને લઈ જવા હોય તો ક્યાં લઈ જશે અને કેમ?
અત્યારે તો મારા દિમાગમાં એવી કોઈ વ્યક્તિ નથી જેની સાથે મારે ડેટ પર જવું જોઈએ.

સૌથી વધુ પૈસાનો ઉપયોગ શું ખરીદવામાં કરે છે?
હું મટીરિયલિસ્ટિક પર્સન છું. શૂઝ, બૅગ્સ, કપડાં, પરફ્યુમ્સ દરેક વસ્તુ પાછળ હું ખૂબ જ પૈસા ખર્ચું છું.

તારું અટેન્શન કોઈએ મેળવવું હોય તો શું કરવું જોઈએ?
તેનું દિમાગ. શાર્પ અને ઍક્ટિવ દિમાગ મને ખૂબ જ ઍટ્રૅક્ટ કરે છે.

તારા વિશે એવી કઈ વાત છે જે લોકો હંમેશાં યાદ રાખે એવી તારી ઇચ્છા છે?
મારી કાઇન્ડનેસ અને ખૂબ જ કૉન્સન્ટ્રેટેડ પર્સન તરીકે લોકો મને ઓળખે એવી મારી ઇચ્છા છે.

ફૅન્સ દ્વારા કરવામાં આવેલી સૌથી વિચિત્ર અથવા તો સ્પેશ્યલ વસ્તુ કઈ છે?
હું ફ્રેન્ડની વાત કરીશ. મારા ફ્રેન્ડ હંમેશાં મને જે ગમતું હોય એ કરે છે, પછી દિવાળી હોય કે કંઈ પણ. મારા માટે આ સ્પેશ્યલ છે.
તારી સૌથી યુઝલેસ ટૅલન્ટ કઈ છે?
સ્લીપિંગ. હું ગમે ત્યાં નથી સૂઈ શકતી, પરંતુ મારા બેડમાં હું ખૂબ જ સારી રીતે સૂઈ શકું છું. ટ્રાવેલિંગ દરમ્યાન મને ઊંઘ નથી આવતી.

પહેલી જૉબ કઈ હતી?
હું બૅન્ગલોર જ્યારે સ્ટડી કરી રહી હતી ત્યારે મેં ઍરપોર્ટ પર ઇન્ટર્નશિપ કરી હતી. હું ત્યાં ગેસ્ટ રિલેશનશિપ મૅનેજરની પોસ્ટ પર હતી, પરંતુ ઇન્ટર્ન તરીકે.

ફેવરિટ કપડાં કયાં છે જે હજી પણ સાચવીને રાખ્યાં હોય?
મારી પાસે હજી પણ મારા બાળપણનો પર્પલ કલરનો શૉર્ટ ડ્રેસ છે. મેં એને ઘણાં વર્ષો સુધી પહેર્યો હતો. હું સાત–આઠ વર્ષની હતી ત્યારે એ લીધો હતો.

સૌથી ડેરિંગવાળું કામ આજ સુધી કયું કર્યું છે?
લોકોને અમ્યુઝમેન્ટ પાર્ક્સનો ખૂબ જ ડર લાગે છે, પરંતુ મને કોઈ પણ રાઇડનો ડર નથી લાગતો. એથી એને ડેરિંગ કહી શકાશે.

એવી કઈ વસ્તુ છે જેને હજી પણ તેં એક મિસ્ટરી બનાવીને રાખી છે?
મારા વિશે કોઈએ કંઈ કહ્યું હોય અને મને લાગે કે મારે એને ક્લિયર નથી કરવું તો હું એ વ્યક્તિને એક્સપ્લેન નથી કરતી અને શું સાચું હતું કે શું ખોટું એ વસ્તુ હું એને માટે મિસ્ટરી બનાવીને રાખું છું.

television news bollywood bollywood news entertainment news harsh desai