રણવીર શૌરી અને કોંકણા સેન શર્માના ઑફિશ્યલી થયા ડિવૉર્સ

15 August, 2020 05:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રણવીર શૌરી અને કોંકણા સેન શર્માના ઑફિશ્યલી થયા ડિવૉર્સ

રણવીર શૌરી અને કોંકણા સેન શર્મા

રણવીર શૌરી અને કોંકણા સેન શર્માના 13 ઑગસ્ટે ઑફિશ્યલી ડિવૉર્સ થઈ ગયા છે. તેમના ડિવૉર્સની પ્રક્રિયા ખૂબ શાંતિપૂર્વક પૂરી થઈ હતી. તમામ લીગલ પ્રક્રિયાને પણ પૂરી કરવામાં આવી છે. તેમણે 2010માં લગ્ન કર્યાં હતાં. 2015થી તેઓ અલગ રહેતાં હતાં. આ વર્ષે ફેબ્રુઆરીમાં તેમણે ડિવૉર્સ માટે કેસ કર્યો હતો. તેમનો 8 વર્ષનો દીકરો છે, જેની કસ્ટડી બન્નેએ શૅર કરી છે. કોંકણાની રિપ્રેઝન્ટેટિવ અમ્રિતા સાઠે પાઠકે કહ્યું હતું કે ‘હા, કોંકણા અને રણવીરના ડિવૉર્સ થઈ ગયા છે. ખૂબ જ શાંતિથી આખી પ્રક્રિયા પૂરી કરવામાં આવી હતી. એવું નથી કે કોંકણા અને રણવીરે સાથે રહેવાનો પ્રયાસ નહોતો કર્યો. બન્નેનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું. જોકે એમાંથી કંઈ પરિણામ નીકળ્યુ નહીં.’

entertainment news bollywood bollywood news bollywood gossips ranvir shorey konkona sen sharma