પાંચ મહિના બાદ કામ શરૂ કર્યું રણવીરે

14 September, 2020 08:49 PM IST  |  Mumbai | Harsh Desai

પાંચ મહિના બાદ કામ શરૂ કર્યું રણવીરે

રણવીર સિંહ

રણવીર સિંહે પાંચ મહિના બાદ ફરી કામ શરૂ કર્યું છે. કોરોના વાઇરસને કારણે લૉકડાઉન લાગ્યું હતું ત્યારથી તેણે કામ બંધ કર્યું હતું. જોકે હવે તેણે પાંચ મહિના બાદ ફરી સેટ પર એન્ટ્રી કરી છે. તે મુંબઈના સ્ટુડિયોમાં એક ઍડનું શૂટિંગ કરવા માટે ગયો હતો. અક્ષયકુમાર અને આમિર ખાન જેવી સેલિબ્રિટીઝે ઇન્ડિયાની બહાર કામ શરૂ કર્યું છે, પરંતુ રણવીરે મુંબઈમાં જ શૂટિંગ શરૂ કર્યું છે. બૉલીવુડે હવે ન્યુ નૉર્મલ વચ્ચે કામ શરૂ કર્યું છે. તેણે પૉઝિટિવિટીની સાથે લોકોની લાઇફ પણ નૉર્મલ થાય એ માટે આ નિર્ણય લીધો હતો. ઇન્ડસ્ટ્રીમાં શૂટિંગ ધીમે-ધીમે શરૂ કરવામાં આવી રહ્યું છે અને દરેકની સેટ પર ખૂબ જ તકેદારી રાખવામાં આવી રહી છે. રણવીર સિંહે ઍડનું શૂટિંગ કર્યું છે અને એ ફિલ્મ પ્રોડ્યુસર માટે પણ એક સિગ્નલ છે કે તે હવે ફિલ્મનું શૂટિંગ કરવા માટે તૈયાર છે. તે હવે ફિલ્મનું શૂટિંગ પણ જલદી શરૂ કરે તો નવાઈ નહીં. જોકે બીજી તરફ તેની પત્ની દીપિકા પાદુકોણ ક્યારે શૂટિંગ શરૂ કરે છે એ જોવું રહ્યું.

harsh desai bollywood bollywood news bollywood gossips ranveer singh