09 August, 2025 06:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાઈરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
હાલમાં રણવીર સિંહનો એક વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વિડિયોમાં જોઈ શકાય છે કે રણવીર તેની વૃદ્ધ મહિલા ફૅનને સ્પેશ્યલ ટ્રીટમેન્ટ આપે છે. રણવીર તેને મળવા આવેલી એક વૃદ્ધ મહિલા ફૅનને પગે લાગે છે અને પછી તેના હાથ પર હળવેથી કિસ કરીને આદરની લાગણી વ્યક્ત કરે છે. આ પછી તે મહિલા રણવીરના માથા પર હાથ ફેરવીને તેને આશીર્વાદ આપે છે. ત્યાર બાદ રણવીરે એ ફૅન સાથે પોઝ આપીને ફોટોગ્રાફર્સ પાસે તસવીર પણ ક્લિક કરાવી.
રિપોર્ટ પ્રમાણે રણવીર સિંહ બાંદરામાં એક સ્ટુડિયોમાં ફિલ્મના ડબિંગ માટે જઈ રહ્યો હતો ત્યારે સ્ટુડિયોની બહાર તેને આ વૃદ્ધ ફૅન મળી જેને જોઈને રણવીર ખુશ થયો હતો.