માઇથોલૉજી ફિલ્મમાં દેખાશે રણવીર સિંહ?

17 April, 2024 05:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હનુમાનના ડિરેક્ટર સાથે મેગા બજેટ ફિલ્મને લઈને ચર્ચા કરી રહ્યો છે, પરંતુ એ જય હનુમાન નથી

રણવીર સિંહ

રણવીર સિંહ હવે માઇથોલૉજી પર આધારિત ફિલ્મ પર કામ કરી રહ્યો હોવાની ચર્ચા છે. આ એક મેગા બજેટ ફિલ્મ છે. આ વર્ષે રિલીઝ થયેલી સાઉથની ફિલ્મ ‘હનુમાન’ને લઈને લોકો અવાચક થઈ ગયા હતા. આ ફિલ્મ લોકોને ખૂબ જ ગમી હતી અને એની સીક્વલ ‘જય હનુમાન’ની જાહેરાત પણ કરવામાં આવી હતી. આ ફિલ્મના ડિરેક્ટર સાથે રણવીર હાલમાં ચર્ચા કરી રહ્યો હોવાની વાત છે. એથી એ ‘જય હનુમાન’ હોવાની ચર્ચા ચાલી હતી, પરંતુ એ ફિલ્મ વિશે તેઓ ચર્ચા નથી કરી રહ્યા. તેઓ જે ફિલ્મ પર ચર્ચા કરી રહ્યા છે એ પણ માઇથોલૉજી પર આધારિત છે. તેઓ છેલ્લા ત્રણ મહિનાથી આ ફિલ્મને લઈને ચર્ચા કરી રહ્યા છે અને એ એક મેગા બજેટ ફિલ્મ છે. રણવીરે આ ફિલ્મ માટે તૈયારી દેખાડી છે. જોકે આ ફિલ્મને પ્રોડ્યુસ કરવા માટે એક સારા પ્રોડ્યુસર અને સ્ટુડિયોની શોધ ચાલી રહી છે. આ માટે રણવીર પોતે સ્ટુડિયો અને પ્રોડ્યુસરને ફિલ્મ વિશે વાત કરી રહ્યો છે. આ ફિલ્મ સો કરોડથી પણ વધુ બજેટની હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

ranveer singh entertainment news upcoming movie