લૉકડાઉનમાં રૅપરને પ્રોત્સાહન આપતો રણવીર

29 July, 2020 08:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લૉકડાઉનમાં રૅપરને પ્રોત્સાહન આપતો રણવીર

ડેવિલ ધ રાઇમર, રણવીર સિંહ

રણવીર સિંહે આ લૉકડાઉન દરમ્યાન પણ રૅપર-સિંગરને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખ્યું છે. તેણે ડેવિલ ધ રાઇમરનું નવું સૉન્ગ લૉન્ચ કર્યું છે. તેણે પ્રોડ્યુસર નવઝાર ઈરાની સાથે મળીને પોતાનું મ્યુઝિક લેબલ IncInk શરૂ કર્યું હતું. આ લેબલ દ્વારા તે બૉલીવુડ સાથે કોઈ સંબંધ ન હોય એવા રૅપર-સિંગરને પ્લૅટફૉર્મ પૂરું પાડી રહ્યો છે. આ પહેલાં તેણે કામ ભારી, સ્પિટફાયર અને સ્લોચીતા જેવા આર્ટિસ્ટને સાઇન કર્યા હતા. રણવીર અને નવઝારે હવે અભય પ્રસાદને પણ સાઇન કર્યો છે જે સ્ટેજ નેમ ડેવિલ ધ રાઇમર તરીકે જાણીતો છે. આ વિશે રણવીરે કહ્યું હતું કે ‘અમારું લેબલ નવી મ્યુઝિક ટૅલન્ટ શોધવા અને તેમને પ્રમોટ કરવા માટે પ્રતિબદ્ધ છે. અમારું પૅશન નવી ટૅલન્ટને પ્લૅટફૉર્મ આપવાનું છે જે નજીકના ભવિષ્યમાં મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં બદલાવ લાવી શકે છે. ડેવિલને સાઇન કરવો એ અમારા પૅશન પ્રોજેક્ટની એક સ્ટેપ નજીક જવા સમું છે.’

ડેવિલ ધ રાઇમર વિશે વાત કરતાં રણવીરે કહ્યું હતું કે ‘તે એક અદ્ભુત આર્ટિસ્ટ છે અને તેની જનરેશનનો એક સાચો કવિ છે. ભારતની હિપ-હૉપ ઇન્ડસ્ટ્રીમાં 21 વર્ષની ઉંમરે તે સેન્ટર-સ્ટેજને લાયક આર્ટિસ્ટ છે. તે એક મશીનગનની જેમ શબ્દોને બોલે છે. તેની સ્ટાઇલ ખૂબ જ સ્ટ્રાઇકિંગ છે. અમને તેનામાં વિશ્વાસ છે અને હું અને નવઝાર અમારા ચોથા આર્ટિસ્ટને દુનિયા સમક્ષ રજૂ કરી રહ્યા છીએ. મને તેનું નામ ખબર પડે એ પહેલાં મેં તેનું રૅપ સાંભળ્યું હતું. હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો કે આ વ્યક્તિ કોણ છે. તેની સ્પીડ અને તેની સમજશક્તિ તેમ જ તેની નીડરતા ખૂબ જ અદ્ભુત હતી. મને એવી ફીલિંગ જોઈએ છે અને એથી હું તેને સાંભળનારો વ્યક્તિ બની ગયો હતો. આ ગીત માટે હું ખૂબ જ ઉત્સુક છું.’

entertainment news bollywood bollywood news bollywood gossips ranveer singh lockdown