નિરાશ પાકિસ્તાની ચાહકને રણવીર સિંહ ભેટ્યો, કહ્યું 'Always a Next Time'

18 June, 2019 05:26 PM IST  |  મુંબઈ

નિરાશ પાકિસ્તાની ચાહકને રણવીર સિંહ ભેટ્યો, કહ્યું 'Always a Next Time'

રણવીર સિંહ

રવિવારે વર્લ્ડ કપ 2019માં માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રૈફર્ડ મેદાનમાં રમાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને 89 રનથી હરાવી સતત સાતમી જીત નોંધાવી હતી. મેચ તો રોમાંચક રહી હતી, તેની સાથે જ રણવીર સિંહે પણ તડકો લગાવ્યો. તેણે મેચ દરમિયાન કૉમેન્ટ્રી પણ કરી અને ટીમ ઇન્ડિયાને જબરજસ્ત સપોર્ટ કરતો પણ જોવા મળ્યો. મેચ શરૂ થયા પહેલાથી લઇને પૂરી થવા સુધી રણવીર સિંહ છવાયેલો રહ્યો. દરમિયાન રણવીર સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપભેર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે હતાશ થયેલા પાકિસ્તાની ચાહકને ભેટતો જોવા મળે છે.

પાકિસ્તાની ચાહકને ગળે ભેટીને આપ્યો આ સંદેશો
હકીકતે, મેચ પૂરી થતાં પહેલા રણવીર એક હતાશ પાકિસ્તાની ચાહક આતિફ નવાઝને સાંત્વના આપતાં જોવા મળ્યા. તેણે પાકિસ્તાની ચાહકને કહ્યું કે, નિરાશ ના થશો, બીજીવાર ફરી તક મળશે. તેમણે કહ્યું પાકિસ્તાન સારું રમ્યું, પ્લેયર્સ ડેડીકેટેડ છે અને તે બીજી વાર જરૂર કમબૅક કરશે. ત્યાર પછી તે પાકિસ્તાની ચાહકે આ વીડિયો પોતાના ટ્વિટર અકાઉન્ટ પર શેર કર્યો, જે જોતજોતાંમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. આ વીડિયો પર કેટલાય પાકિસ્તાની ચાહકોએ પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે.

આ પણ વાંચો : આલિયાના લીધે રોકવું પડ્યું બ્રહ્માસ્ત્રનું શૂટિંગ, આ છે કારણ

'83'ની શૂટિંગમાં વ્યસ્ત છે રણવીર સિંહ
જણાવીએ કે રણવીર સિંહ હાલમાં ઇન્ગલેન્ડમાં પોતાની આગામી ફિલ્મ '83'ની શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મ 1983માં ટીમ ઇન્ડિયા દ્વારા જીતાયેલી વર્લ્ડ કપ પર આધારિત છે, જેમાં રણવીર સિંહ પૂર્વ ક્રિકેટર કપિલ દેવની ભૂમિકા ભજવતો જોવા મળશે. નોંધનીય છે કે ભારતે 1983 અને 2011માં વર્લ્ડ કપ જીત્યો હતો, જ્યારે પાકિસ્તાને 1992માં આ ખિતાબ મેળવ્યો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે 1975, 1979, 1983, 1987 ના વર્લ્ડ કપમાં એક પણ મેચ થઇ રમાઇ ન હતી. વર્લ્ડ કપમાં પહેલી વાર બન્ને ટીમ વચ્ચે 1992માં મેચ થઈ હતી અને ત્યારથી જ ભારત પાકિસ્તાન વચ્ચેની મેચમાં ભારતે પોતાના પાડોશી વિરુદ્ધ મેચમાં જીતનો સિલસિલો શરૂ કર્યો છે તે અત્યાર સુધી કાયમ છે.

ranveer singh pakistan cricket news sports sports news world cup 2019