Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આલિયાના લીધે રોકવું પડ્યું બ્રહ્માસ્ત્રનું શૂટિંગ, આ છે કારણ

આલિયાના લીધે રોકવું પડ્યું બ્રહ્માસ્ત્રનું શૂટિંગ, આ છે કારણ

18 June, 2019 04:09 PM IST | મુંબઈ

આલિયાના લીધે રોકવું પડ્યું બ્રહ્માસ્ત્રનું શૂટિંગ, આ છે કારણ

આલિયાના કારણે રોકાયું બ્રહ્માસ્ત્રનું શૂટિંગ

આલિયાના કારણે રોકાયું બ્રહ્માસ્ત્રનું શૂટિંગ


બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ તેની અપકમિંગ ફિલ્મ બ્રહ્માસ્ત્રને લઈને ચર્ચામાં છે. આલિયા ભટ્ટ, રણબીર કપૂર ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. સોમવારે બંને પાછા મુંબઈ આવી ગયા. મુંબઈ એરપોર્ટ પર બંનેને સ્પૉટ કરવામાં આવ્યા. પરંતુ એવા અહેવાલો આવી રહ્યા છે કે આલિયાના કારણે રૅપ અપના ત્રણ દિવસ પહેલા જ શૂટિંગ રોકી દેવામાં આવ્યું.

મુંબઈ મિરરના અહેવાલો પ્રમાણે આલિયા પોતાની ફિલ્મ બ્રહ્માસ્ત્રના વારાણસી શેડ્યૂલનું શૂટિંગ કરી રહી હતી, પરંતુ રૅપઅપના ત્રણ દિવસ પહેલા જ શૂટિંગ રોકી દેવામાં આવ્યું. ફિલ્મના સેટ પર બીમાર પડ્યા બાદ આલિયાને તરત મુંબઈ પાછું આવવું પડ્યું. તેની તબિયત સારી નથી. તે મુંબઈમાં ડૉક્ટર્સની સલાહ લેશે. અને સાજી થઈને શૂટિંગ શરૂ કરશે.

આલિયા અને રણબીરને આ ત્રણ દિવસમાં એક ગીત શૂટ કરવાનું હતું. પરંતુ હવે તે શૂટ નવેમ્બરમાં થશે. આલિયાએ તો બીમાર હોવા છતા કામ ચાલુ રાખ્યું હતું. પરંતુ અયાને શૂટિંગ બંધ કરવાનો નિર્ણય લીધો. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, નારાર્જુન અને મૌની રૉય મહત્વની ભૂમિકામાં છે.

આ પણ વાંચોઃ મંદિરમાં કંઈક આવા અવતારમાં દેખાયા રણબીર અને આલિયા



રણબીર કપૂર સાથે ‘બ્રહ્માસ્ત્ર’ના શૂટિંગમાં વ્યસ્ત આલિયા ભટ્ટે જણાવ્યું હતું કે તે બનારસના કલ્ચરમાં ઓતપ્રોત થઈ ગઈ છે. તેઓ હાલમાં બનારસમાં ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે. આ ફિલ્મને આયાન મુખરજી બનાવી રહ્યો છે. આયાન મુખરજીએ ફિલ્મના કલાકારો સાથે બનારસમાં એક પ્રેસ-કૉન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ કૉન્ફરન્સમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ સહિત અન્ય ઍક્ટર્સ પણ હાજર હતા. એ દરમ્યાન આલિયા ભટ્ટે કહ્યું હતું કે ‘અમે બનારસની સંસ્કૃતિમાં ઓતપ્રોત થઈ ગયાં છીઅે. હું દરરોજ લસ્સી પીઉં છું. કામ પૂરું થયા બાદ હું ચાટ અને બનારસની થાળીનો આનંદ લઉં છું. અમે અહીં પૂરી રીતે વસી ગયાં છીએ. અમે કાશી વિશ્વનાથ મંદિરમાં ગયાં હતાં. મને આ શહેર ખૂબ પસંદ છે.


Whatsapp-channel Whatsapp-channel

18 June, 2019 04:09 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK