રણવીર સિંહને ભારતીય સુકાની વિરાટ પર છે ગર્વ, તસવીરમાં છુપાયું છે રહસ્ય

07 August, 2019 07:33 PM IST  |  મુંબઈ ડેસ્ક

રણવીર સિંહને ભારતીય સુકાની વિરાટ પર છે ગર્વ, તસવીરમાં છુપાયું છે રહસ્ય

વિરાટ કોહલી સાથે રણવીર સિંહ (તસવીર સૌજન્ય રણવીર સિંહ ઇન્સ્ટાગ્રામ)

બોલીવુડ અભિનેતા રણવીર સિંહ હાલ પોતાની અપકમિંગ ફિલ્મ 83ને લઇને ચર્ચામાં છે.

બોલીવુડ અભિનેતા રણવીર સિંહ હાલ પોતાની અપકમિંગ ફિલ્મ '83'ને લઈને ચર્ચામાં છે. કારણ કે રણવીર ક્રિકેટની ફિલ્મમાં કામ કરી રહ્યો છે. આ કારણથી તે ટીમ ઇન્ડિયાની ખૂબ જ નજીક આવી ગયો છે. ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપ 2019 સમયે રણવીર સિંહ લંડન ખાતે મેચ જોવા પણ પહોંચી ગયો હતો જેની ઘણી તસવીરો સામે આવી હતી.

હવે રણવીર પોતાની એક કમેન્ટને લઇને ચર્ચામાં છે. જે તેણે ટીમ ઇન્ડિયાના સુકાની વિરાટ કોહલીની તસવીર પર કરી છે. હકીકતે, તાજેતરમાં જ વિરાટ કોહલીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર વેસ્ટ ઇન્ડિઝના ખેલાડી વિવિયન રિચર્ડ્સ સાથે એક તસવીર શૅર કરી છે. આ તસવીરને કૅપ્શન આપતાં વિરાટ કોહલીએ લખ્યું છે- 'with the biggest boss'.

  

આ પણ વાંચો : જાણો સુહાના ખાન અને જાન્હવી કપૂરની બેલી ડાન્સ ટ્રેનર વિશે આ ખાસ બાબતો

રણવીરે વિરાટની આ તસવીર પર કમેન્ટ કરી છે. કમેન્ટ દ્વારા તેણે જાહેર કર્યું કે તે વિરાટ પર કેટલું ગર્વ કરે છે. રણવીરે કમેન્ટ કરતાં લખ્યું, શાનદાર, હું કેટલાક વેસ્ટ ઇન્ડિઝ લેજેન્ડ્સને મળ્યો છું, તમારું ખૂબ જ સન્માન કરે છે. રણવીરની વાત કરીએ તો તે હાલ ભારતીય ટીમ 1983માં વર્લ્ડ કપ જીત્યો તેના પર બનનારી ફિલ્મ 83 પર કામ કરી રહ્યો છે અને તેમાં તે મુખ્ય રોલ ટીમના સુકાની કપિલ દેવ પર ભજવી રહ્યો છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ તેની પત્નીનું પાત્ર ભજવશે. આ પહેલી વાર હશે જ્યારે લગ્ન પછી બન્ને સ્ક્રીન શેર કરશે.

ranveer singh virat kohli sports sports news bollywood bollywood news bollywood events bollywood gossips