27 December, 2025 10:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
હાલમાં રણવીર સિંહ પરિવાર સાથે વેકેશન માણવા જતી વખતે ઍરપોર્ટ પર જોવા મળ્યો હતો. હવે રણવીરના ફૅને ક્રિસમસના સમયગાળામાં ન્યુ યૉર્ક સિટીની ચેલ્સી માર્કેટમાં રણવીર જેવી જ લાગતી એક વ્યક્તિ લટાર મારતી હતી ત્યારે ક્લિક કરી લીધી છે. યુઝરે અપલોડ કરેલા વિડિયોમાં આ વ્યક્તિ ઑલ બ્લૅક લુકમાં ચેલ્સી માર્કેટમાં ફરતાં-ફરતાં કંઈક ખાતી નજરે પડે છે. આ યુઝરે કૅપ્શન લખી છે, ‘શું હું હમણાં જ ચેલ્સી માર્કેટમાં રણવીર સિંહ સાથે અથડાઈ ગયો?’
આ વિડિયોની નીચે અન્ય એક યુઝરે કમેન્ટ કરી છે, ‘આગળ દીપિકાનો બૉડીગાર્ડ ચાલી રહ્યો છે. મેં તેને કપિલના શોમાં જોયો હતો. દીપિકા જ્યારે શોમાં આવી હતી ત્યારે કપિલે તેને સ્ટેજ પર પણ બોલાવ્યો હતો.’
આમ આ તસવીર જોઈને લાગે છે કે રણવીર અને પત્ની દીપિકા પાદુકોણ પરિવાર સાથે નવા વર્ષની ઉજવણી ન્યુ યૉર્ક સિટીમાં કરવાની યોજના બનાવી રહ્યાં છે.