27 July, 2025 02:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એક્ટર્સ
રણવીર સિંહ હાલમાં તેની આગામી ફિલ્મ ‘ધુરંધર’ની તૈયારીઓમાં વ્યસ્ત છે. બીજી તરફ બૉબી દેઓલ ‘હરિ હર વીર મલ્લુ’માં જોવા મળી રહ્યો છે. આ સંજોગોમાં સમાચાર મળ્યા છે કે રણવીર અને બૉબી ટૂંક સમયમાં મેગા બજેટ ફિલ્મમાં સાથે જોવા મળશે. આ ફિલ્મમાં શ્રીલીલા પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં દેખાશે. આ ત્રણેય સ્ટાર્સ પહેલી વખત કોઈ ફિલ્મમાં સાથે જોવા મળશે. રણવીર, શ્રીલીલા અને બૉબીના આ પ્રોજેક્ટનું નામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે અને આ એક જબરદસ્ત ઍક્શન ફિલ્મ હશે.