શું રણવીર સિંહે ચોરી લીધા ધોનીની દીકરી ઝીવાના સન ગ્લાસિસ?...

08 October, 2019 02:37 PM IST  |  મુંબઈ

શું રણવીર સિંહે ચોરી લીધા ધોનીની દીકરી ઝીવાના સન ગ્લાસિસ?...

રણવીર સિંહ અને ઝીવા ધોની

બોલીવુડના સૌથી સારા અભિનેતાઓમાંથી એક રણવીર સિંહ પોતાની એક્ટિંગની સાથે સાથે પોતાની યુનિક સ્ટાઈલના કારણે હંમેશા સમાચારોમાં રહે છે. રણવીર સિંહ હંમેશા જ કલરફુલ અને અલગ દેખાતી વસ્તુઓનો ઉપયોગ કરે છે. પરંતુ જ્યારે તેના સનગ્લાસિસ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન ધોનીની દીકરી ઝીવા સાથે મેચ થયા તો સૌ કોઈ હેરાન થઈ ગયા. આ કિસ્સાને શેર કરતા ધોનીએ કહ્યું કે ઝીવાને લાગ્યું હતું કે તેમના સન ગ્લાસિસ કોઈએ ચોરી કરી લીધા છે.


હાલમાં જ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ રણવીર સિંહ અને પોતાની દીકરી એક મજેદાર કિસ્સો શેર કર્યો છે. થયું એવું કે રણવીર સિંહની વધુ એક તસવીર સામે આવી છે જેમાં તેમણે હૂબહૂ ઝીવા જેવા સનગ્લાસિસ પહેર્યા છે. રણવીરનો ફોટો જોઈને ઝીવા પણ દંગ રહી ગઈ હતી. ધોનીએ પોસ્ટ શેર કરી તેમાં લખ્યું કે, 'ઝીનાએ કહ્યું કે રણવીરે મારા સનગ્લાસિસ કેમ પહેર્યા છે. અને પછી તે પોતાના ગ્લાસિસ શોધવા માટે ઊપર જતી રહી, અને પછી તેણે કહ્યું કે મારા ગ્લાસિસ મારી પાસે છે.'

આ પણ જોઈએઃ શું તમને ખબર છે આ ગુજરાતીઓ રહી ચુક્યા છે 'બિગ બૉસ'ના ઘરમાં

આગળ ધોની લખે છે કે, આજકાલના બાળકો ખૂબ જ અલગ છે, જ્યારે હું સાડા ચાર વર્ષો હતો ત્યારે મારા મગજમાં એવો વિચાર ન આવ્યો કે મારી પાસે એક સનગ્લાસિસ છે, જ્યારે પણ ઝીવા રણવીર સિંહને મલશે તો તેને કહેશે કે, મારી પાસે પણ તમારા જેવા સન ગ્લાસિસ છે. આ પોસ્ટને જોઈને રણવીર સિંહ પણ હસવું રોકી ન શક્યા. તેમણે ઝીવાને ફેશન ઈન્સ્ટા ગણાવી.

ranveer singh ms dhoni