રણવીર અને ગાવસ્કરે કૉમેન્ટ્રી બૉક્સમાં કર્યો ડાન્સ, જુઓ વીડિયો

17 June, 2019 06:37 PM IST  | 

રણવીર અને ગાવસ્કરે કૉમેન્ટ્રી બૉક્સમાં કર્યો ડાન્સ, જુઓ વીડિયો

રણવીર અને સુનીલ ગાવસ્કરે કર્યો ડાન્સ

રવિવારે ઇન્ડિયા-પાકિસ્તાનની મેચ વચ્ચે રણવીર સિંહ પહોંચ્યો ત્યારે બધાની નજર તેની પર અટકી ગઈ.

રવિવારે ભારક અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં જ્યારે રણવીર સિંહ પહોંચ્યો તો બધાનું ધ્યાન તેના પર અટકી ગયું. કૉમેન્ટ્રી બૉક્સમાં પોતાના ફેવરિટ અભિનેતાને જોઇને ચાહકોનો જોશ હાય થઈ ગયો. સોશિયલ મીડિયા પર રણવીર સિંહની કેટલીક તસવીરો અને વીડિયોઝ સામે આવી રહ્યા છે જેને જોઇને તમે પણ ખડખડાટ હસવા લાગશો.

સ્ટેડિયમમાં દર્શકોની સાથે કોમેન્ટ્રી બોક્સમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો
હકીકતે મેચની શરૂઆતથી લોકોને વિશ્વાસ હતો કે આ મેચ ઇન્ડિયા જ જીતશે. ચારેકોર ખુશીનો માહોલ હતો. આ ઉત્સાહ માત્ર દેશમાં જ નહીં પણ કૉમેન્ટ્રી બૉક્સમાં પણ જોવા મળતો હતો. એક તરફ ટીમ ઇન્ડિયા સ્ટેડિયમમાં ચોગ્ગા-છગ્ગા વરસાવી રહી હતી તો બીજી તરફ રણવીર સિંહ અને સુનીલ ગાવસ્કર બોલીવુડના ગીત પર ડાન્સ કરી રહ્યા હતા.

આ પણ વાંચો : Ind vs Pak: સલમાનથી લઇને તૈમૂર સુધીના બધાએ ભારતને આપી સલામી

હરભજન સિંહે શેર કર્યો વીડિયો


ભારતીય ક્રિકેટર હરભજન સિંહે અભિનેતા રણવીર અને પુર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરનો વીડિયો ટ્વીટ કર્યો છે જેમાં બન્ને ખૂબ જ મસ્તીમાં એક બોલીવુડના સોન્ગ પર ડાન્સ કરતાં જોવા મળે છે. આ વીડિયોમાં રણવીર અને સુનીલ, શમ્મી કપૂરના સુપરહિટ ગીત 'બદન પે સિતારે લપેટે હુએ' ગીત પર થરકતાં દેખાય છે. વીડિયોમાં સચિન તેંડૂલકર પણ કૉમેન્ટ્રી બૉક્સમાં જોવા મળે છે. પણ તે ફોન પર વાત કરતાં હોય છે.

ranveer singh sunil gavaskar bollywood bollywood news bollywood gossips cricket news world cup 2019 sports sports news