Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Ind vs Pak: સલમાનથી લઇને તૈમૂર સુધીના બધાએ ભારતને આપી સલામી

Ind vs Pak: સલમાનથી લઇને તૈમૂર સુધીના બધાએ ભારતને આપી સલામી

17 June, 2019 11:47 AM IST |

Ind vs Pak: સલમાનથી લઇને તૈમૂર સુધીના બધાએ ભારતને આપી સલામી

બોલીવુડ સિતારાઓએ વધાવી ટીમ ઇન્ડિયાને

બોલીવુડ સિતારાઓએ વધાવી ટીમ ઇન્ડિયાને


16 જૂન રવિવારે હતી વર્લ્ડ કપ 2019માં ભારત-પાકની મેચ

વર્લ્ડ કપ 2019માં રવિવારના ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલી મેચમાં ટીમ ઇન્ડિયાએ વિજય મેળવ્યો. માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફ્ડમાં આ મેચ થઇ. ભારતે પોતાનો વિજય જાળવી રાખતાં વર્લ્ડ કપના ઇતિહાસમાં 7મી વાર પાકિસ્તાનને પરાજિત કર્યું. ભારતના આ વિજયથી આખા દેશમાં ઉજવણીનો માહોલ છે. ભારતીય ટીમને વધામણી આપવામાં સેલિબ્રિટિઝ પણ પાછળ નથી. સલમાન ખાનથી લઇને તૈમૂર સુધી બધાંએ જ ટીમ ઇન્ડિયાને જીતની શુભેચ્છાઓ આપી.



સલમાન ખાને શેર કરી તસવીર


સલમાન ખાને ટ્વિટર પર એક તસવીર શેર કરી જેમાં તેણે ઇન્ડિયા લખેલી ટી-શર્ટ પહેરી છે તે જોવા મળે છે. સાથે જ તેણે લખ્યું છે, "ટીમ ઇન્ડિયાને વધામણી".


તૈમૂરે પણ આપી ટીમ ઇન્ડિયાને સલામી

બીજી તરફ તૈમૂરની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે જેમાં તૈમૂર ઇન્ડિયા લખેલી ટીશર્ટ પહેરીને ભારતને સલામી આપતો હોય તેવો દેખાય છે.

 
 
 
View this post on Instagram

One Love, One Heart For INDIA ???

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) onJun 16, 2019 at 11:00pm PDT

સૈફ અલી ખાન પણ પહોંચ્યો માન્ચેસ્ટર

 
 
 
View this post on Instagram

Just a couple of cricket FANATICS @theofficialfanatic #SaifAliKhan get on the gram ? #bleedblue #indvspak #

A post shared by Shibani Dandekar (@shibanidandekar) onJun 16, 2019 at 5:34am PDT

સૈફ અલી ખાને પણ માન્ચેસ્ટર પહોંચીને ભારત પાકિસ્તાનની મેચની મજા માણી હતી. સૈફ અત્યારે 'જવાની જાનેમન'ની શૂટિંગ કરી રહ્યો છે. ક્રિકેટ ગ્રાઉન્ડમાં સૈફ સાથે તે જ ફિલ્મની મુખ્ય અભિનેત્રી આલિયા એફ પણ હાજર રહી. શિબાની દાંડેકર પણ આ મેચ જોતી જોવા મળી હતી.

આ પણ વાંચો : Ind VS Pak:આ અંદાજમાં મેચ જોવા પહોંચ્યો રણવીરસિંહ, ગ્રાઉન્ડ પર કરી મસ્તી

રણવીરે મેચ પહેલા ક્રિકેટર્સ સાથે કરી મસ્તી

 
 
 
View this post on Instagram

See this @ranveersingh and @harbhajan3 Exciting for #INDVPAK #CWC19 #ranveersingh #myranveersinghfan

A post shared by Ranveer singh (@myranveersinghfan) onJun 16, 2019 at 2:08am PDT

આ બધાં સ્ટાર્સ મળીને ભારતને ચિયર કરી રહ્યા હતા. ત્યારે રણવીર સિંહ પણ માન્ચેસ્ટરની ધરતીએ પહોંચ્યો હતો. તેણે પોતાની મસ્તીથી ટીમ ઇન્ડિયામાં જોશ ભરવાનું કામ કર્યું. રણવીરે લગભગ બધાં જ ક્રિકેટર્સ સાથે ફોટોઝ ક્લિક કરાવ્યા. મેચ શરૂ થતાં પહેલાં રણવીરે શિખર ધવન સાથે ઘણી વાતો કરી. સ્ટેડિયમમાં હાજર પાકિસ્તાની એન્કર જૈનબ અબ્બાસ સાથે પણ રણવીરે સેલ્ફી લીધી.

Whatsapp-channel Whatsapp-channel

17 June, 2019 11:47 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK