video : રણવીર અને શિખર ધવનના ડાન્સે સોશિયલ મીડિયા પર મચાવી 'ખલીબલી'

26 April, 2019 05:02 PM IST  | 

video : રણવીર અને શિખર ધવનના ડાન્સે સોશિયલ મીડિયા પર મચાવી 'ખલીબલી'

રણવીર સિંહ અને શિખર ધવન એક સાથે ખલીબલી પર ડાન્સ કરતાં વીડિયો વાયરલ

બોલીવુડ અને ક્રિકેટ વચ્ચે વર્ષો જુનો સબંધ છે અને આ બંને ઇન્ડસ્ટ્રીના લોકો ભેગા થાય છે ત્યારે કઇક અલગ જ થાય છે. તેવામાં હાલમાં જ બોલીવુડ અભિનેતા રણવીર સિંહ અને ક્રિકેટર શિખર ધવન મુંબઇમાં એક સ્ટુડીયોમાં ભેગા થઇ ગયા હતા અને ત્યાર બાદ બંનેએ ખલીબલી મચાવી દીધી હતી. બંનેની આ ખલીબલી સોશિયલ મીડિયામાં ધુમ મચાવી રહી છે.

વાત એવી છે કે બંને દિગ્ગજો મુંબઇના એક સ્ટુડિયોમાં ભેગા થઇ ગયા હતા અને બંનેએ ડાન્સ કરતો વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો હતો. આ વાયરલ વીડિયોમાં બે દિગ્ગજો એક સાથે ડાન્સ કરતાં જોવા મળે છે અને તે પણ રણવીર સિંહના જાણીતાં ગીત 'ખલીબલી' પર. રણવીર તાજેતરમાં પોતાની અપકમિંગ ફિલ્મ 83ની શૂટિંગ કરી રહ્યો છે. દરમિયાન મુંબઇ સ્ટુડિયોમાં તેની મુલાકાત ક્રિકેટર શિખર ધવન સાથે થઇ હતી.

ખુબ જમેગા રંગ જબ ગબ્બર ઓર ખિલજી સંગ

શિખર ધવને પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર બન્નેનો વીડિયો શેર કર્યો છે જેમાં બન્ને રણવીરની ફિલ્મ પદ્માવતના લોકપ્રિય ગીત ખલીબલી પર ડાન્સ કરતાં દેખાય છે. જો કે તેમના બેકગ્રાઉન્ડમાં કોઇ ગીત-સંગીત વાગતું નથી પણ બન્ને પુરા મૂડમાં અને મસ્તીમાં ડાન્સના સ્ટેપ્સ કરે છે. વીડિયો શેર કરતાં શિખરે એક સુંદર કૅપ્શન પણ લખ્યું છે. શિખરે લખ્યું, "ખૂબ જમેગા રંગ જબ હો ગબ્બર ઓર ખિલજી સંગ, એકબીજાના મૂવ્સ શીખી રહ્યા છીએ."

આ પણ વાંચો : સલમાનને કારણે નહીં મારી કાબિલીયતના દમ પર કામ મળે છે : અરબાઝ ખાન

શિખર ધવન અત્યારે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમે છે. તો બીજી તરફ રણવીર સિંહ પોતાની 83ની શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 1983 વિશ્વ કપ પર આધારિત છે અને રણવીર સિંહ એવામાં કપિલ દેવનું પાત્ર ભજવતો જોવા મળશે.

shikhar dhawan ranveer singh bollywood entertaintment sports sports news bollywood news