સલમાનને કારણે નહીં મારી કાબિલીયતના દમ પર કામ મળે છે : અરબાઝ ખાન

Published: Apr 26, 2019, 13:51 IST

અભિનેતા, ડાયરેક્ટર અને પ્રૉડ્યુસર અરબાઝ ખાન બે દાયકા કરતા વધુ સમયથી બોલીવુડમાં સક્રિય છે. તેણે કહ્યું કે તેને સલમાનને કારણે નહીં પણ પોતાની મહેનત અને યોગ્યતાને કારણે કામ મળી રહે છે.

અરબાઝ ખાન (ફાઇલ ફોટો)
અરબાઝ ખાન (ફાઇલ ફોટો)

સખત મહેનત અને કાબિલીયતના કારણે મને કામ મળે છે : અરબાઝ

અભિનેતા, ડાયરેક્ટર અને પ્રૉડ્યુસર અરબાઝ ખાન બે દાયકાથી વધુ સમય બોલીવુડમાં થઇ ગયા છે અને આજે પણ તે ફિલ્મો અને અન્ય પ્રૉજેક્ટ્સમાં તે જ રીતે વ્યસ્ત છે જેમ વર્ષો પહેલા હતો. અરબાઝનું કહેવું છે કે ભલે તે સુપરસ્ટાર સલમાન ખાનનો ભાઇ છે પણ તેને કામ સલમાનના કારણે નહીં પણ પોતાની સખત મહેનત અને યોગ્યતાને કારણે મળી રહે છે.

સલમાનનો ભાઇ છું એટલે લોકો મને હંમેશા કામ નહીં આપે

PTI સાથે વાતચીતમાં અરબાઝે કહ્યું કે, "મેં અત્યાર સુધી 70 ફિલ્મો કરી છે, પણ એવા પણ લોકો છે જેમને બે ફિલ્મો પછી પણ એક્ટિંગની તક નથી મળતી. હું છેલ્લા બે દાયકાથી પણ વધુ સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છું. હું સલમાન ખાનનો ભાઇ છું આ કારણથી હંમેશા મને લોકો કામ નહી આપે." તેણે વધુ જણાવ્યું હતું કે, "સલમાનને કારણે લોકો મને એક કે બે ફિલ્મો આપી શકે પણ કોઇ મારું કરિઅર ન બનાવી શકે. મને મારી યોગ્યતાને કારણે કામ મળી રહે છે. પછી તે સારું હોય કે ખરાબ. આખરે હું અહીં મારી મહેનતથી ઊભો છું."

અરબાઝ ખાન જાણીતા સ્ક્રીપ્ટ રાઇટર સલીમ ખાનનો દીકરો છે અને તેણે વર્ષ 1996માં અબ્બાસ મસ્તાનીની ફિલ્મ 'દરાર'થી પોતાની એક્ટિંગ કારકિર્દીની શરૂઆત કરી હતી. તેની આ ફિલ્મમાં તેની સામે જૂહી ચાવલા હતી. ત્યાર પછી અરબાઝે 'પ્યાર કિયા તો ડરના ક્યા', 'હેલો બ્રધર', 'કયામતઃ સિટી અંડર થ્રેટ', 'હલચલ' અને 'શૂટઆઉટ એટ લોખંડવાલા' જેવી કેટલીય હિટ ફિલ્મો કરી. જો કે અરબાઝની કેટલીક એવી ફિલ્મો પણ હતી જેમાં બૉક્સ ઑફિસ પર કંઇ ખાસ કમાલ કર્યો નહોતો.

આ પણ વાંચો : પ્રાચી શાહ પંડયાઃસાડીમાં ગોર્જિયસ લાગે છે આ ગુજરાતી એક્ટ્રેસ

અરબાઝે ફિલ્મ પ્રૉડક્શન અને ડાયરેક્શનમાં પોતાનો હાથ અજમાવ્યો. 2010માં તેણે અરબાઝ ખાન પ્રૉડક્શનના નામે પોતાના પ્રૉડક્શન હાઉસ શરૂ કર્યો અને પોતાની પહેલી ફિલ્મ 'દબંગ' પ્રૉડ્યૂસ કરી. આ ફિલ્મમાં તેનો ભાઇ સલમાન ખાન લીડ રોલમાં હતો. ફિલ્મ સુપરહિટ રહી ત્યાર પછી અરબાઝે ફરી 'દબંગ 2' બનાવી અને તે પણ હિટ રહી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK