ફરી મરાઠી માણૂસ બન્યો રણવીર

10 April, 2021 09:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બોલી રહ્યો છે કે ‘અરે કાઇ કરતોસ તૂ. સૉરી મ્હણ્તો ના (અરે... તું શું કરી રહી છે? હું સૉરી બોલી રહ્યો છુંને).’

રણવીર સિંહ

રણવીર સિંહ ફરી એક વાર મરાઠી માણૂસ બન્યો છે. જોકે આ કોઈ ફિલ્મ માટે નહીં, પરંતુ ઍડ માટે તે મરાઠી માણૂસ બન્યો છે. આ પહેલાં તેણે ‘બાજીરાવ મસ્તાની’ અને ‘સિમ્બા’માં મરાઠી પાત્ર ભજવ્યું હતું. આ ઍડમાં રણવીર તેની પત્નીની માફી માગતો જોવા મળી રહ્યો છે, જે તેની તરફ ગુસ્સામાં વાસણ ફેંકી રહી છે અને તે બૅટથી એને અટકાવી રહ્યો છે. તે બોલી રહ્યો છે કે ‘અરે કાઇ કરતોસ તૂ. સૉરી મ્હણ્તો ના (અરે... તું શું કરી રહી છે? હું સૉરી બોલી રહ્યો છુંને).’

bollywood news ranveer singh bollywood bollywood gossips