ઇન્ડિયન સાઇન લૅન્ગ્વેજને ઑફિશ્યલ ભાષા જાહેર કરવા રણવીરે કરી અપીલ

23 May, 2020 08:56 PM IST  |  Mumbai Desk | Harsh Desai

ઇન્ડિયન સાઇન લૅન્ગ્વેજને ઑફિશ્યલ ભાષા જાહેર કરવા રણવીરે કરી અપીલ

રણવીર સિંહ

રણવીર સિંહે ઇન્ડિયન ગવર્નમેન્ટને આજીજી કરી છે કે ઇન્ડિયન સાઇન લૅન્ગ્વેજને ભારતની 23મી ઑફિશ્યલ ભાષા તરીકે સ્વીકારવામાં આવે. રણવીર આ સોશ્યલ ઇશ્યુને લઈને ખૂબ જ જલદી પિટિશન પણ ફાઇલ કરશે. રણવીરનું ઇન્ડિપેન્ડન્ટ રેકૉર્ડ લેબલ IncInkને તેણે નવઝાર ઈરાની સાથે મળીને શરૂ કર્યું હતું. તેઓ હાલમાં પહેલી વાર સાઇન લૅન્ગ્વેજ વિડિયો રિલીઝ કરવા જઈ રહ્યા છે. આ વિશે રણવીર સિંહે કહ્યું હતું કે ‘અમે IncInkને એટલા માટે બનાવ્યું હતું કે અમે અદ્ભુત આર્ટને લોકો સમક્ષ લાવી શકીએ. આથી જ અમે આ નામ પસંદ કર્યું હતું. અમે અમારા નવા ગીત દ્વારા સોશ્યલ કૉઝને સપોર્ટ કરી રહ્યા છીએ. ઇન્ડિયન સાઇન લૅન્ગ્વેજને ભારતની 23મી ઑફિશ્યલ ભાષા તરીકે જાહેર કરવામાં આવે એવી અમારી ઇચ્છા છે. નૅશનલ અસોસિએશન ઑફ ડેફ અને ઍક્સેસ મંત્ર ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવેલી ઑફિશ્યલ પિટિશનને હું સાઇન કરીશ. હું લોકોને વિનંતી કરું છું કે તેઓ આ કૉઝને વધુને વધુ સપોર્ટ કરે જેથી જલદી સફળ થાય. અમે સ્પિટફાયરના લેટેસ્ટ ટ્રૅક ‘વાર્તાલાપ’ને સાઇન લૅન્ગ્વેજમાં પણ રજૂ કરી રહ્યા છીએ. અમે આશા રાખી રહ્યા છીએ કે આ ગીત દ્વારા આ ઇશ્યુને વધુ હવા મળે.’

harsh desai bollywood bollywood news bollywood gossips ranveer singh