‘મિસિસ ચૅટરજી વર્સસ નૉર્વે’ થશે આવતા વર્ષે રિલીઝ

10 December, 2022 12:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મને આશિમા ચિબરે ડિરેક્ટ કરી છે

રાની મુખરજી

રાની મુખરજીની ‘મિસિસ ચૅટરજી વર્સસ નૉર્વે’ આવતા વર્ષે ત્રીજી માર્ચે થિયેટરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મને આશિમા ચિબરે ડિરેક્ટ કરી છે. ફિલ્મ ઝી સ્ટુડિયોઝ, મોનિશા અડવાણી, નિખિલ અડવાણી અને મધુ ભોજવાણીએ પ્રોડ્યુસ કરી છે. ફિલ્મની સ્ટોરી સત્ય ઘટના પર આધારિત છે. એક મા પોતાનાં બાળકોને પાછાં મેળવવા માટે દેશ સામે રણે ચડે છે. ફિલ્મનો રાનીનો લુક ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને નિખિલ અડવાણીએ કૅપ્શન આપી હતી, ‘એક માતાની પ્રેરણાદાયી સ્ટોરી કે જેણે પોતાનાં બાળકોને પાછાં મેળવવા માટે કરેલા સાહસ અને ઇચ્છાશક્તિ દ્વારા આખા દેશને હચમચાવી નાખ્યો હતો.’

entertainment news bollywood bollywood news upcoming movie rani mukerji