‘મિસિસ ચૅટરજી વર્સસ નૉર્વે’નું એસ્ટોનિયાનું શેડ્યુલ પૂરું કર્યું રાની મુખરજીએ

25 September, 2021 02:34 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મ ૨૦૧૧ની એક સત્ય ઘટના પર આધારિત છે

‘મિસિસ ચૅટરજી વર્સસ નૉર્વે’નું એસ્ટોનિયાનું શેડ્યુલ પૂરું

રાની મુખરજીએ ‘મિસિસ ચૅટરજી વર્સસ નૉર્વે’નું પહેલું શેડ્યુલ પૂરું કરી લીધું છે. આ ફિલ્મ ૨૦૧૧ની એક સત્ય ઘટના પર આધારિત છે. નૉર્વેમાં એક ભારતીય દંપતી પાસેથી ત્યાંની સરકારે તેમનાં બાળકો પોતાના તાબામાં લઈ લીધાં હતાં. તેમનું માનવું હતું કે આ દંપતી આ બાળકોનો ઉછેર કરી શકવામાં અસમર્થ છે. એ જ ઘટનાને હવે રાની સાકાર કરવાની છે. એસ્ટોનિયામાં એનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. શેડ્યુલ પૂરું થતાં રૅપ-અપ પાર્ટી રાખવામાં આવી હતી. કેક-કટિંગ બાદ સૌએ વિક્ટરીની સાઇન દેખાડી હતી. આ ફિલ્મને મોનિષા અડવાણી, નિખિલ અડવાણી અને મધુ ભોજવાણીએ પોતાના પ્રોડક્શન હાઉસ એમ્મી એન્ટરટેઇનમેન્ટના માધ્યમથી પ્રોડ્યુસ કરી છે. ફિલ્મનું શૂટિંગ બાયો-બબલમાં કરવામાં આવ્યું હતું. હવે ભારતમાં પણ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવશે. રૅપ-અપ પાર્ટીનો ફોટો ટ્‍‍વિટર પર શૅર કરીને એમ્મી એન્ટરટેઇનમેન્ટે ટ્વીટ કર્યું હતું કે ‘આ રીતે ‘મિસિસ ચૅટરજી વર્સસ નૉર્વે’નું એસ્ટોનિયાનું શેડ્યુલ પૂરું કરવામાં આવ્યું છે આ શાનદાર સફરમાં સામેલ થનાર દરેક વ્યક્તિનો ખૂબ-ખૂબ આભાર.’

rani mukerji bollywood news