Mardaani 2 Movie Review: જાણો કેવી છે ફિલ્મ, મળ્યા આટલાં સ્ટાર

13 December, 2019 03:51 PM IST  |  Mumbai Desk | parag chhapekar

Mardaani 2 Movie Review: જાણો કેવી છે ફિલ્મ, મળ્યા આટલાં સ્ટાર

તેલંગણા દુષ્કર્મ અને હત્યાનો મામલો હોય કે ઉન્નાવની પીડિતા સાથે દુર્વ્યવહાર, મહિલાઓ આજે પણ સુરક્ષિત નથી. 21મી સદીમાં આપણે મહિલા સશક્તિકરણ અને વિકાસની કેટલી પણ વાતો કેમ ન કરી લો, કોઇક ને કોઇક ખૂણામાં કોઇક ને કોઇક સ્ત્રી ઉત્પીડનનો શિકાર થઈ રહી છે.

કેટલાક નર પશુ સ્ત્રીને ફક્ત ઉપભોગની વસ્તુ સમજે છે. તો સમાજના કેટલાક તબક્કા એવા છે, જે સ્ત્રીને સમાનતાનો દરજ્જો આપવો પોતાની શાનની વિરુદ્ધ સમજે છે. ફિલ્મ 'મર્દાની 2' કંઇક એવા જ વિષય-વસ્તુ પર આધારિત છે. શિવાની શિવાજી રૉય (રાની મુખર્જી) જે એક આઇપીએસ ઑફિસર છે. તેનું ટ્રાન્સફર કોટા શહેરમાં એસપી પદે થાય છે.

શહેરમાં મહિલાઓ વિરુદ્ધ દુષ્કર્મ અને હત્યાકાંડનો સિલસિલો શરૂ થાય છે. માસૂમ છોકરીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓની તપાસ કરતાં શિવાની પોતાને જ ડિપાર્ટમેન્ટની રૂઢિવાદી વિચારધારાનો સામનો કરવો પડે છે અને આ રાજકારણ હેઠળ તેનું ટ્રાન્સફર થઈ જાય છે. 3 દિવસમાં શિવાનીને આ નર પશુને પકડવાનું છે. મનોવૈજ્ઞાનિક રૂપે બીમાર અને ચાલાક. શું શિવાની પકડી શકશે કે નહીં, આ તાણાં-વાણાં પર બનેલી છે મર્દાની 2.

નિર્દેશક ગોપી પુથરને ફિલ્મની સ્ક્રીપ્ટ લખી હતી. તે દર્શકો પર પોતાની પકડ સતત બનાવી રાખે છે. ફિલ્મના દરેક દ્રશ્યમાં ઉત્સુકતા સાથે ભયાવહતા જળવાયેલી રહે છે. ફિલ્મના માધ્યમે જે સંદેશો આપવા માગે છે, તે સંપૂર્ણરીતે સફળ થાય છે. શિવાની શિવાજી રૉયના પાત્રમાં રાની મુખર્જી સંપૂર્ણપણે પોતાની ભૂમિકાને જીવંત કરતી જોવા મળે છે.

ખાસ કરીને ક્લાઇમેક્સના દ્રશ્યમાં જ્યારે તે રડે છે અને તેના પછી તેના ચહેરા પર જે નિશ્ચયનો ભાવ આવે છે, તે દ્રશ્યમાં તે મન જીતી લે છે. ફિલ્મમાં ખૂંખાર અપરાધીનું પાત્ર ભજવતાં વિશાલ જેઠવાએ અભૂતપૂર્વ પરફોર્મન્સ આપી છે. તેમના પડદા પર આવતાં જ દર્શકોના દિલમાં એક સપનું ખડું કરી દે છે. પાત્ર માટે નફરત પોતે જ ઊભી કરી દે છે.

આ પણ વાંચો : બ્લેક કલરના ડ્રેસમાં બૅબો મચાવી રહી છે ધૂમ, જુઓ ગ્લેમરસ તસવીરો

એક સશક્ત અભિનેતા તરીકે વિશાલ જેઠવાને આગળ પણ આટલી સારી ભૂમિકાઓ બોલીવુડ આપશે, આશાઓ કરી શકાય છે. આજના પરિપ્રેક્ષ્યમાં મર્દાની 2 એક આવશ્યક ફિલ્મ છે. જરૂરી એટલા માટે, કારણકે આવી ફિલ્મોથી કદાચ સમાજના તે તબક્કાઓમાં થોડી સમજણ આવે, જે સ્ત્રીઓનું સન્માન નથી કરતા. સાથે જ એવી સ્થિતિઓનો શિકાર બનેલી છોકરીઓ લડવા માટે પ્રેરિત થઈ શકે.

કલાકાર- રાની મુખર્જી, વિશાલ જેઠવા વગેરે..

નિર્દેશક - ગોપી પુથરન

નિર્માતા - યશરાજ ફિલ્મ્સ

વર્ડિક્ટ - ****(ચાર સ્ટાર)

rani mukerji mardaani bollywood bollywood movie review bollywood news bollywood gossips