17 September, 2025 08:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાની મુખરજી
રાની મુખરજી હાલમાં મુંબઈ ઍરપોર્ટ પર સ્પૉટ કરવામાં આવી અને અહીં તે ફોટોગ્રાફર્સને પોઝ આપતાં જોવા મળી. ઍરપોર્ટ પર રાનીએ ઑફ-વાઇટ કલરનું આઉટફિટ પહેર્યું હતું. રિપોર્ટ છે કે રાની તેની શાહરુખ ખાન સાથેની ફિલ્મ ‘કિંગ’ના શૂટિંગ માટે પોલૅન્ડ માટે નીકળી છે. હાલમાં આ ફિલ્મનું પોલૅન્ડમાં શૂટિંગ ચાલી રહ્યું છે અને રિપોર્ટ્સ મુજબ રાની ફિલ્મમાં સ્પેશ્યલ કૅમિયો રોલમાં દેખાશે.