સશક્ત મહિલાની ભૂમિકાવાળી ફિલ્મો મળવાથી પોતાને નસીબદાર માને છે રાની

25 January, 2021 04:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સશક્ત મહિલાની ભૂમિકાવાળી ફિલ્મો મળવાથી પોતાને નસીબદાર માને છે રાની

રાની મુખરજી

રાની મુખરજી પોતાને નસીબદાર માને છે કે તેને સશક્ત મહિલાનું પાત્ર હોય એવી ફિલ્મોમાં કામ કરવા મળ્યું છે. રાની ૨૪ વર્ષથી બૉલીવુડમાં કામ કરી રહી છે. તેણે પોતાના અભિનયથી લોકોનાં દિલોમાં ખાસ સ્થાન જમાવ્યું છે. છોકરીઓને ફિલ્મોમાં પ્રાધાન્ય આપવાની વાત કહેતાં રાનીએ કહ્યું હતું કે ‘છોકરીઓને સારી રીતે રજૂ કરવામાં આવે તો સિનેમા અચૂક એ બાબત દેખાડશે કે કેવી રીતે છોકરીઓ સમાજમાં પરિવર્તન લાવી શકે છે. સિનેમામાં એ તાકાત છે કે એ સમાજમાં સકારાત્મક બદલાવ લાવી શકે છે અને ઍક્ટર્સમાં પણ લોકો સાથે ચોક્કસ વિષય પર ચર્ચા કરવાનું સામર્થ્ય હોય છે. સાથે જ પોતાની ફિલ્મોની પસંદગીથી તેઓ સમાજને સકારાત્મક પરિવર્તનની દિશામાં લઈ જવા માટે બીજારોપણ કરી શકે છે. એક કલાકાર તરીકે હું ખુશનસીબ છું કે મને એવા પ્રોજેક્ટસ મળ્યા છે, જેમાં મને મહિલાઓનાં સ્ટ્રૉન્ગ પાત્રને ભજવવાની તક મળી છે. પ્રામાણિકપણે કહું તો મારો પણ એ જ પ્રયાસ રહે છે કે હું આવા પ્રોજેક્ટસમાં કામ કરું.’

entertainment news bollywood bollywood news rani mukerji