રણદીપ હૂડા જોવા મળશે 'મર્દ'માં, 2020માં રિલીઝ થશે ફિલ્મ

10 June, 2019 05:57 PM IST  |  મુંબઈ

રણદીપ હૂડા જોવા મળશે 'મર્દ'માં, 2020માં રિલીઝ થશે ફિલ્મ

રણદીપ હૂડા જોવા મળશે 'મર્દ'માં, 2020માં રિલીઝ થશે ફિલ્મ

બાગી-2 અને સુલતના બાદ હવે રણદીપ હૂડા પુરૂષપ્રધાન ફિલ્મમાં જોવા મળશે. રણદીપે એક નવી ફિલ્મ સાઈન કરી છે. જેનું નામ છે મર્દ. 1985માં અમિતાભ બચ્ચની એક ફિલ્મ આવી હતી. તેનું નામ પણ મર્દ હતું. જો કે રણદીપની આ ફિલ્મ લવસ્ટોરી છે. ફિલ્મને રિવોલ્વર રાની ફિલ્મના ડિરેક્ટર સાઈ કબીર ડિરેક્ટ કરવાના છે. ફિલ્મને રાહુલ મિત્રા અને રાહુલ ચઢા પ્રોડ્યૂસ કરશે. ફિલ્મનું શૂટિંગ નવેમ્બરમાં શરૂ થશે. અને આવતા વર્ષે રીલિઝ થશે.

ફિલ્મ વિશે માહિતી આપતા પ્રોડ્યૂસર રાહુલ મિત્રાએ કહ્યું કે, 'આ ફિલ્મમાં ભારતીય પુરૂષના 50 જેટલા સ્વરૂપો બતાવવામાં આવશે. આ ફિલ્મ એન્ટરટેઈનની સાથે સંદેશો પણ આપશે. જેમાં રણદીપ એક પ્રેમીના રોલમાં જોવા મળશે. જે ડોમિનેટિંગ હશે. હાલ ફિલ્મની હિરોઈનની શોધ ચાલુ છે. જે રણદીપ સાથે જોડી જમાવી શકે.'

આ પણ વાંચોઃ મીરા નાયર સાથે 19 વર્ષ બાદ ફરી કામ કરશે રણદીપ હૂડા

રણદીપ હૂડા અને રાહુલ મિત્રા સાહેબ બીવી ઔર ગેંગસ્ટરમાં સાથે કામ કરી ચુક્યા છે.જ્યારે સાઈ કબીર અને રાહુલ મિત્ર રિવોલ્વર રાનીમાં સાથે હતા.

randeep hooda bollywood news