Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મીરા નાયર સાથે 19 વર્ષ બાદ ફરી કામ કરશે રણદીપ હૂડા

મીરા નાયર સાથે 19 વર્ષ બાદ ફરી કામ કરશે રણદીપ હૂડા

05 May, 2019 08:43 PM IST | મુંબઈ

મીરા નાયર સાથે 19 વર્ષ બાદ ફરી કામ કરશે રણદીપ હૂડા

રણદીપ હૂડા

રણદીપ હૂડા


રણદીપ હૂડા ૧૯ વર્ષ બાદ ફરી ફિલ્મમેકર મીરા નાયર સાથે કામ કરવાનો છે. મીરા નાયરની વેબ-સિરીઝ ‘અ સૂટેબલ બૉય’માં રણદીપ કામ કરવાનો છે. આ વેબ-સિરીઝ વિક્રમ સેઠની નૉવેલ ‘અ સૂટેબલ બૉય’ પરથી બનાવવામાં આવશે. રણદીપના પાત્ર વિશે હજી સુધી ચોક્કસ માહિતી નથી મળી. રણદીપ હૂડા અને મીરા નાયરે ૨૦૦૧માં આવેલી ‘મૉન્સૂન વેડિંગ’માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેણે રાહુલ ચઢ્ઢાની ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચો : નવાઝુદ્દીન સિદ્દીકીની 'રાત અકેલી હૈ'નું શૂટિંગ થયું પૂરું



‘અ સૂટેબલ બૉય’ વેબ-સિરીઝમાં કામ કરવાની તક મળતાં રણદીપે કહ્યું હતું કે ‘હા, આ સાચી વાત છે. હું ૧૯ વર્ષ બાદ મીરા સાથે કામ કરી રહ્યો છું અને એને લઈને ખૂબ ઉત્સાહિત પણ છું. આ વેબ-સિરીઝ અને મારા પાત્ર વિશે હાલમાં કંઈ કહી શકું એમ નથી.’


Whatsapp-channel Whatsapp-channel

05 May, 2019 08:43 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK