ફિલ્મોમાં રૂઢિવાદી પરંપરાને તોડવાની મને ખુશી છે : રણદીપ હૂડા

26 April, 2020 06:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મોમાં રૂઢિવાદી પરંપરાને તોડવાની મને ખુશી છે : રણદીપ હૂડા

રણદીપ હૂડાનું કહેવું છે કે તેને ફિલ્મોની રૂઢિવાદી પરંપરાને તોડવાની ખુશી છે. તેણે હૉલીવુડની ‘એક્સ્ટ્રૅક્શન’માં કામ કર્યું છે. વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી આ ઍક્શન ફિલ્મમાં ક્રિસ હેમ્સવર્થ અને ડેવિડ હાર્બરની સાથે જ પંકજ ત્રિપાઠી પણ લીડ રોલમાં છે. આ ફિલ્મમાં સાજુનો રોલ ભજવનાર રણદીપે કહ્યું હતું કે ‘બેથી ત્રણ લેવલ્સમાં મને આ ફિલ્મ મળવાની ખુશી છે. હું પહેલો ભારતીય ઍક્ટર છું જે હૉલીવુડની ફિલ્મમાં ઍક્શન કરી રહ્યો છું. આ ફિલ્મ દ્વારા મને આઇટી પ્રોફેશનલ્સ, મિલ્યનેર્સ અથવા તો કૉમિકના રોલ ભજવવાની પરંપરાથી રાહત મળી છે. મને ખુશી છે કે મેં એ રૂઢિવાદી પરંપરાને તોડી નાખી છે. મેં કદી પણ હાથની ઍક્શન નથી કરી. મારી ઇમેજ ઍક્શનની છે, પરંતુ આવી ઍક્શન મેં કદી પણ નથી કરી. એથી મારા માટે આ નવી બાબત છે. એક કલાકાર તરીકે આ મારા માટે નવી ટેરિટરી છે જેમાં મારામાં રહેલા અન્ય ફૅક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે ન કે ડ્રામાનો. મારી બૉડીનો ઉપયોગ કરીને નવી-નવી વસ્તુઓ શીખવા મળે છે. એને મેં ખૂબ એન્જૉય કર્યું હતું. સાથે જ સલામતીનું પણ ખાસ ધ્યાન રાખ્યું હતું, કારણ કે તેઓ પૂરી તૈયારી સાથે આવતા હતા. આ ફિલ્મ મળતાં હું ગર્વ અને ખુશી અનુભવી રહ્યો છું.’

entertainment news bollywood bollywood news bollywood gossips randeep hooda