08 October, 2025 09:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ફારાહ ખાને ડિરેક્ટ કરેલી ‘ઓમ શાંતિ ઓમ’ને જબરદસ્ત સફળતા મળી હતી. આ ફિલ્મથી દીપિકા પાદુકોણને બૉલીવુડમાં લૉન્ચ કરવામાં આવી હતી અને શાહરુખ ખાન સાથેની તેની જોડી બધાને બહુ પસંદ પડી હતી. આ ફિલ્મના એક ગીતમાં શાહરુખની પાછળ એક જુનિયર આર્ટિસ્ટ જોવા મળે છે જે આજે બૉલીવુડ સ્ટારની પત્ની છે. હકીકતમાં શાહરુખની પાછળ ઊભી રહેલી આ હસીના રણદીપ હૂડાની પત્ની લિન લેશરામ છે. લીને અનેક ફિલ્મોમાં કામ કર્યું, પણ તેની શરૂઆત બૉલીવુડમાં નાના-મોટા રોલથી જ થઈ હતી અને ‘ઓમ શાંતિ ઓમ’માં પણ તે એક્સ્ટ્રા તરીકે જોવા મળી હતી.