એક ઍક્ટર તરીકે મારી જાતને એક્સપ્રેસ કરવા માટે હું આતુર હતો: રણદીપ હુડા

11 December, 2020 04:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક ઍક્ટર તરીકે મારી જાતને એક્સપ્રેસ કરવા માટે હું આતુર હતો: રણદીપ હુડા

રણદીપ હુડા

રણદીપ હુડા લૉકડાઉન દરમ્યાન પોતાની જાતને એક્સપ્રેસ કરવા માટે ઉતાવળો બની ગયો હતો. એવામાં હવે કામ શરૂ થતાં તેને નિરાંત વળી છે. તે સલમાન ખાન સાથેની ‘રાધે : યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’માં જોવા મળવાનો છે. કામ શરૂ થવાની ખુશી વ્યક્ત કરતાં રણદીપે કહ્યું હતું કે ‘મેં બે ફિલ્મોનું શૂટિંગ પૂરું કર્યું છે અને એ સારી બાબત છે. હું બહાર નીકળવા માટે અને એક ઍક્ટર તરીકે મારી જાતને એક્સપ્રેસ કરવા માટે આતુર હતો. હવે કામ શરૂ થતાં મને નિરાંત મળી છે. હા, આપણા સૌના માથે લટકતી તલવાર છે, પરંતુ જો બધા મળીને સાથે કાળજી રાખે તો જ સ્થિતિ સુધરશે. કેટલાક શૂટિંગ દરમ્યાન કોવિડનો વધારો થયો હતો. જોકે અમે સ્વસ્થ હતા. બહાર આવીને તમને જે પસંદ હોય એ કરવું આનંદ આપે છે.’

entertainment news bollywood bollywood news randeep hooda