06 March, 2023 07:05 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રણબીર કપૂર
હાલ રણબીર કપૂર (Ranbir Kapoor) તેની આગામી ફિલ્મ `તુ જૂઠી મેં મક્કર`(Tu Jhoothi Main Makkaar)ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મની રિલીઝ પહેલા રણબીરે છેલ્લા ત્રણ વર્ષમાં તેના જીવનમાં આવેલા ઉથલપાથલ અને ફેરફારો વિશે પણ વાત કરી હતી. આ દરમિયાન પહેલીવાર રણબીર કપૂરે તેના પિતા ઋષિ કપૂરને ગુમાવવાની વાત કરી હતી.
અભિનેતાએ કહ્યું, “વ્યક્તિના જીવનમાં સૌથી મોટી આઘાતની વાત એ હોય છે જ્યારે તમે તમારા માતા-પિતામાંથી એકને ગુમાવો છો. તે ખરેખર કંઈક છે અલગ જ છે... ખાસ કરીને જ્યારે તમે તમારા 40ની નજીક આવો છો ત્યારે.. આ સમયે સામાન્ય રીતે આવું કંઈક થાય છે... કંઈપણ તમને આના માટે તૈયાર કરતું નથી, પરંતુ તે કુટુંબને નજીક લાવે છે. તે તમને જીવનને સમજવામાં મદદ કરે છે.
તેમણે વધુમાં કહ્યું, “ઘણી સારી અને ખરાબ વસ્તુઓ આમાંથી બહાર આવે છે… મને આશીર્વાદરૂપે એક દીકરી પ્રાપ્ત થઈ છે. મને ગયા વર્ષે આલિયા સાથે લગ્ન કરવાનું સૌભાગ્ય મળ્યું છે. ત્યાં ઉતાર-ચઢાવ આવ્યા છે... પણ એ જ જીવન છે, ખરું?"
રણબીરે ઉમેર્યુ કે એક કલાકાર તરીકે તે તમને અસર કરે છે, પરંતુ મને લાગે છે કે કોઈ તરત જ કહી શકે નહીં. કદાચ થોડા વર્ષો પછી... આ જ કડીમાં આગળ કહ્યું કે જ્યારે મારા પિતા કેન્સરથી પીડિત હતા અને સારવાર લઈ રહ્યા હતા, તે સમયે હું `બ્રહ્માસ્ત્ર` પર કામ કરી રહ્યો હતો અને `શમશેરા` પર. હવે જ્યારે હું `બ્રહ્માસ્ત્ર` જોઉં છું, ત્યારે અદ્ભુત યાદો આવે છે, પરંતુ મને કેટલાક દ્રશ્યો દેખાય છે અને મને કેટલીક ક્ષણો યાદ આવે છે... જેમ કે `ઓહ! આ સમયે, તે કીમોથેરાપી હેઠળ હતા અથવા વેન્ટિલેટર પર હતા... પરંતુ તે તમને કેવી રીતે મદદ કરે છે એનો મને ખરેખર ખ્યાલ નથી.``
આ પણ વાંચો : પતિએ આ કારણે પત્નીનું કર્યું કતલ, પછી લાશના ટુકડા કરીને ફેંક્યા પાણીની ટાંકીમાં
વર્ક ફ્રન્ટ પરની વાત કરીએ તો તેની આગામી રિલીઝ રોમેન્ટિક-કોમેડી `તુ જૂઠી મેં મક્કર હૈ` છે. લવ રંજન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ 2013ની યે જવાની હૈ દીવાની પછી અભિનેતાના રોમકોમ ફિલ્મ છે. આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર તેની સાથે રોમાન્સ કરતી જોવા મળશે.