25 July, 2022 06:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણબીર કપૂર ફિલ્મ `શમશેરા`માં
રણબીર કપૂરની શુક્રવારે રિલીઝ થયેલી ‘શમશેરા’એ બે દિવસમાં ૨૦.૭૫ કરોડનો બિઝનેસ કરી લીધો છે. આ ફિલ્મ પહેલા દિવસે અપેક્ષા કરતાં ધીમી હતી. એવી આશા હતી કે વીક-એન્ડમાં એના કલેક્શનમાં વધારો થશે. યશરાજ ફિલ્મ્સની આ ‘શમશેરા’માં સંજય દત્ત, વાણી કપૂર, સૌરભ શુક્લા અને રૉનિત રૉય લીડ રોલમાં છે. ફિલ્મને કરણ મલ્હોત્રાએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મની સ્ટોરી કાલ્પનિક શહેર કાઝાની છે કે જ્યાં લોકો ગુલામીભર્યું જીવન પસાર કરવા માટે વિવશ છે. ફિલ્મમાં લોકોને આઝાદ કરવાની લડાઈ રણબીર કપૂર લડે છે. આ ફિલ્મમાં તે ડબલ રોલમાં જોવા મળી રહ્યો છે. ફિલ્મના પહેલા દિવસના કલેક્શનની વાત કરીએ તો શુક્રવારે ફિલ્મે ૧૦.૨૫ કરોડ અને શનિવારે ૧૦.૫૦ કરોડની સાથે કુલ મળીને ૨૦.૭૫ કરોડનો વકરો કર્યો છે.