PK 2માં રણબીર બનશે એલિયન?

06 June, 2025 06:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાલમાં રણબીર કપૂર અનેક મોટી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. તે ‘ઍનિમલ’ પછી સંદીપ રેડ્ડી વાંગા સાથે ‘ઍનિમલ પાર્ક’માં કામ કરી રહ્યો છે.

આ ફિલ્મમાં તે એલિયન તરીકે જોવા મળે એવી શક્યતા છે

હાલમાં રણબીર કપૂર અનેક મોટી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. તે ‘ઍનિમલ’ પછી સંદીપ રેડ્ડી વાંગા સાથે ‘ઍનિમલ પાર્ક’માં કામ કરી રહ્યો છે. આ સિવાય તેને રામ તરીકે ચમકાવતી નિતેશ તિવારીની ‘રામાયણ’નો પહેલો ભાગ દિવાળીમાં રિલીઝ થશે, પરંતુ એ પહેલાં તેની ‘લવ ઍન્ડ વૉર’ રિલીઝ થશે. હાલમાં સમાચાર આવ્યા હતા કે  રણબીર ‘ધૂમ 4’માં પણ કામ કરી રહ્યો છે. હવે લેટેસ્ટ અપડેટ પ્રમાણે રાજકુમાર હીરાણી ‘PK’ની સીક્વલ ‘PK 2’ બનાવવાના છે અને એમાં રણબીર એલિયનનો રોલ કરવાનો છે. જોકે આ અપડેટને કોઈ સત્તાવાર સમર્થન નથી મળ્યું. 
હાલમાં આવેલા રિપોર્ટ પ્રમાણે આમિર ખાન, રાજકુમાર હીરાણી અને અભિજાત જોશી પાસે ‘PK 2’ માટે એક ધમાકેદાર પ્લૉટ છે જેના કારણે ફિલ્મમાં રણબીર કપૂરની એન્ટ્રી પણ કરાવવામાં આવી શકે છે. આમિર, અભિજાત અને રાજકુમાર હીરાણી આ આઇડિયા માટે ખૂબ જ ઉત્સાહિત છે. એવી ચર્ચા છે કે તેઓ દાદાસાહેબ ફાળકેની બાયોપિક પછી આના પર ફરીથી વિચાર કરશે અને કામ પણ શરૂ કરી શકે છે. રણબીરને આ આઇડિયા વિશે ખબર છે અને આ ફિલ્મમાં તે એલિયન તરીકે જોવા મળે એવી શક્યતા છે.

ranbir kapoor bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news rajkumar hirani