07 May, 2025 07:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રિદ્ધિમા કપૂર
રણબીર કપૂરની મોટી બહેન રિદ્ધિમા કપૂર પણ હવે સ્ટાર બનવાની તૈયારીમાં છે. તેની પહેલી ફિલ્મનું શૂટિંગ શિમલામાં ચાલી રહ્યું છે. જોકે હજી આ ફિલ્મના નામની જાહેરાત નથી થઈ, પણ હાલમાં રિદ્ધિમાએ આ ફિલ્મના સેટ પરથી તસવીર શૅર કરી છે જે વાઇરલ થઈ રહી છે. આ તસવીરમાં તેની સાથે ફિલ્મની સ્ટારકાસ્ટ સિવાય નીતુ કપૂર અને કૉમેડીકિંગ કપિલ શર્મા જોવા મળી રહ્યો છે. રિદ્ધિમા ૪૪ વર્ષની ઉંમરે હિરોઇન તરીકે ડેબ્યુ કરી રહી છે. જોકે ઍક્ટ્રેસ બનતાં પહેલાં રિદ્ધિમા સફળ બિઝનેસવુમન છે. તેની એક જ્વેલરી-બ્રૅન્ડ છે જેમાંથી તે સારીએવી કમાણી કરે છે.