રણબીર કપૂર અને આલિયા ભટ્ટની મુવી ડેટ, જોયું Avengers: End game

28 April, 2019 06:56 PM IST  |  મુંબઈ

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની મુવી ડેટ, જોયું Avengers: End game

તસવીર સૌજન્યઃ યોગેન શાહ

બોલીવુડ કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટે એવેન્જર્સ એન્ડ ગેમ જોયું. જુહુના એક જાણીતા મલ્ટિપ્લેક્સની બહાર બંને કેમેરામાં કેદ થયા. આલિયા ફ્લોરલ ટોપમાં બહુ જ સરસ લાગી રહી હતી. જ્યારે રબણીર ચેક્સ શર્ટ અને વ્હાઈટ ટી-શર્ટમાં જોવા મળ્યો.

આલિયા અને રણબીર એકબીજાને ડેટ કરી રહ્યા હોવાના અહેવાલો આ વર્ષની શરૂઆતમાં સામે આવ્યા હતા. તેઓ જાહેરમાં વારંવાર સાથે દેખાય છે. હાથમાં હાથ પરોવીને જતા જોવા મળે છે. બંનેએ પોતાના સંબંધોનો સ્વીકાર કરવાની આ વર્ષે જ શરૂઆત કરી હતી.

આ પણ વાંચોઃ સ્ટુડન્ટ ઑફ ધ યર ૨ના હુક અપ સૉન્ગમાં જોવા મળશે આલિયા ભટ્ટ

આલિયાએ કોફી વિશ કરણમાં તેના સંબંધો વિશે વાત કરી હતી. આલિયા અને રણબીર ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે. અયાન મુખર્જીની આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સુકતા જોવા મળી રહી છે.

ranbir kapoor alia bhatt