મંદિરમાં કંઈક આવા અવતારમાં દેખાયા રણબીર અને આલિયા

08 June, 2019 03:42 PM IST  |  વારાણસી

મંદિરમાં કંઈક આવા અવતારમાં દેખાયા રણબીર અને આલિયા

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તસવીર સૌજન્ય - રણબીર કપૂર ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

બૉલીવુડ એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બન્ને વારાણસીમાં છે. તેઓ પોતાની અપકમિંગ ફિલ્મ બ્રહ્માસ્ત્રની શૂટિંગમાં વ્યસ્ત છે. બન્નેની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. રણબીર અને આલિયા વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરમાં પહોંચ્યા છે. બન્ને ટ્રેડિશનલ લૂકમાં દેખાઈ રહ્યા છે. ફિલ્મનો લોગો રિલીઝ થઈ ગયો છે.

ત્યારે જ રણબીર કપૂરે ગળામાં માળા અને માથા પર ટીકો લગાવ્યો છે. રણબીર સફેદ કલરના કુર્તામાં દેખાઈ રહ્યા છે. તસવીરમાં રણબીર કપૂર આંખ બંધ કરીને ઉભા છે અને આલિયા પીળા કલરના ડ્રેસમાં દેખાઈ રહી છે. બન્નેની આ તસવીર સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે.

બ્રહ્માસ્ત્ર ફિલ્મનું નિર્માણ અયાન મુખર્જી કરી રહ્યા છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, નાગાર્જુન, મૌની રૉય અને વિક્રમ ગોધલે પણ જોવા મળશે. ફિલ્મની શૂટિંગ હજી ચાલી રહી છે. બ્રહ્માસ્ત્રને ત્રણ પાર્ટમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મ આ વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થવાની હતી, પણ હાલમાં જ એની રિલીઝ ડેટ બદલાઈ ગઈ છે. 

ranbir kapoor alia bhatt bollywood news Brahmastra